<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

અમરેલીના ખાંભામાં પાણીની ભારે આવકથી રાયડી ડેમનો એક દરવાજો ખોલાયો

નાના-મોટા બારમણ સહિતના ગામો એલર્ટ, નદીપટમાં અવરજવર પર પ્રતિબંધ

અમરેલી : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા રાયડી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડાતાં સાવચેતીના ભાગરૂપે નદીના પટ તથા કાંઠાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સાથે જ ડેમના હેઠવાસમાં આવેલા નાના બારમણ, મોટા બારમણ, નાગેશ્રી અને મીઠાપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરી સાવચેત કરવામાં આવ્યા છે, જ્યારે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.

(1:13 AM IST)