<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ગુરૂ અને સેવક વચ્‍ચે અંતર ભાંગવુ પડશેઃ વિંછીયા પંથકની પરિણતા ઉપર ગુરૂએ વારંવાર દુષ્‍કર્મ ગુજાર્યુ

ખરાબ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરણિતા અને તેના પતિ પાસેથી ગુરૂએ રોકડ-દાગીના પડાવી લીધાઃ ગુરૂ દિનેશ ઘોરીયા રે.હાથસણી ગામ સામે પોલીસમાં ફરીયાદ ભજનના કાર્યક્રમમાં ઓળખાણ થયા બાદ ગુરૂ બનાવ્‍યા બાદ પોત પ્રકાશ્‍યું

રાજકોટ તા. ૭: ગુરૂ અને સેવક વચ્‍ચે અંતર ભોગવું પડશે તેમ કહી વિંછીયા પંથકની પરણિતા ઉપર ગુરૂએ વારંવાર દુષ્‍કર્મ ગુજારી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ વિંછીયા પંથકની પરણિતાએ આરોપીદિનેશ ધીરૂભાઇ ઘોરીયા રે. હાથસણી ગામ તા. વિંછીયા સામે વિંછીયા પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવો હોય જેથી મારા પતીએ હાથસણી ગામના બહાદુરભાઇ ડાયાભાઇ મેરને વાત કરેલ અને તેની સાથે ભંજન કરતા લોકોને પણ સાથે લાવવાની વાત કરેલ હતી. જેથી મારી વાડીએ ભજન સંતવાણીનો ડાયરો હતો તે દિવસે બહારદુરભાઈ તેની સાથે દિનેશભાઈ ધીરૂભાઇ ઝાપ ડીયા રહે. હાથસણી ગામ વાળાને લઈને આવેલ હતા. ત્‍યારે અમારે દિનેશભાઇ સાથે ઓળખાણ થયેલ હતી. ત્‍યારબાદ આ દિનેશભાઈ અવાર નવાર અમારી વાડીએ રાત્રીના સમયે બેસવા માટે આવતો હતો. અને અમારી વાડીએ કંઇ કામ હોય તો તે દિનેશ અમારી વાડીએ આવતો હતો. અને દિનેશભાઇને હાથસણી ગામમાં ખેતીની જમીન આવેલ હોય ત્‍યાં અમ ને ખેતીકામની જરૂરત હોય તો હાથસણી તેની વાડીએ બોલાવતો હતો. જેથી અમારે તથા આ દિનેશભાઈને એકબીજા સા થે ઘર જેવો સબંધ થઇ ગયેલ હતો. અને આ દિનેશભાઇ ભજન કિર્તન સંતવાણી કરતા હોય જેથી અમને થયેલ કે આ જ્ઞાની માણસ છે. જેથી દિનેશ અમને કહેતો કે આ દુનીયામાં જે કંઈ પણ છે તે હું છું. અને મારુ ધાર્યુ જ થાય છે. જેથી મે તથા મારા પતીએ આ દિનેશભાઈ પાસે ગુરુ ઉપદેશ કરાવેલ હતો.

આજથી આશરે એકાદ વર્ષ પહેલા હું તથા મારા પતી બંન્ને દિનેશભાઈની વાડીએ ગયેલ તો ત્‍યાં દિનેશે મને કહેલ કે હવે હું ગુરુ છું. અને તારે મારી સાથે અંતર ભાંગવું પડશે. તારુ શરીર મને સોંપી આપવુ પડશે. તેમ કહી દિનેશે મારી મરજી વિરૂધ્‍ધ શરીર સબંધ બાધેલ હતો. ત્‍યારબાદ આ દિનેશ અમારા ઘરે અવાર નવાર આવતા હતા. અને તેની વાડી હાથસણી ગામે હોય ત્‍યાં કામ કાજ હોય તો દિનેશ અમને ફોન કરી બોલાવતો હતો. જેથી હું તથા મારા પતી એમ બંન્ને હાથસણી ગામે દિનેશ ભાઈની વાડીએ કામ કરવા માટે જતા હતા. અને કયારેક રાતનો સમય થઈ જતો હોય જેથી અમે ત્‍યાં રાત પણ રોકાતા હતા. ત્‍યારે દિનેશ મને તથા મારા પતીને વાડીમાં લઇ જતા હતા. અને ત્‍યાં મારી સાથે અવાર નવાર મારી મરજી વિરૂધ્‍ધ શરીર સબંધ બાધેલ.

આરોપી દીનેશને જયારે જયારે પૈસાની જરૂરત હોય જે મને કે મારા પતીને પૈસા જે રકમ ની માંગણી કરે તે પૈસા અમે તેમને આપી દેતા હતા. અને એકવાર આ દિનેશભાઈને મારૂતી સુઝુકી કંપનીની વેગેનાર ફોરવ્‍હીલ ગાડી લેવી હોય ત્‍યારે પણ અમારી પાસેથી પૈસા લીધેલ હતા. ત્‍યારબાદ અમારી પાસે પૈસાની સગવડ ન હોય જેથી દિનેશ અમને કહેતો કે જો રોકડ રકમ ન હોય તો તમારી પાસે સોના ચાંદીનું ગરાણ (ઘરેણું) હોય તો તે આપો જેમ કહી આ દિનેશ મારી એક સોનાની વીટી તથા મારા પતીની સોનાની વીટી એમ કૂલ બે સોનાની વીટીઓ લઇ ગયેલ હતો. અ ને ત્‍યારબાદ એકવાર મારા પતી પાસેથી હાથમાં પહેરવાની ચાંદીની પોચી (લક્કી) લઇ ગયેલ હતો. તેમજ જયારે જયારે મારા પતી ઘરે હાજર ન હોય તો આ દિનેશ દીવસના સમયગાળા દરમ્‍યાન મારી વાડીએ આવી મારી સાથે મારી મરજી રૂધ્‍ધ અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો. તેમજ આજથી ચારેક મહીના પહેલા દિનેશ અમને મળેલ ત્‍યારે મને તથા મારા પતીને કહેલ કે મારે પૈસાની જરૂર છે. જેથી તમે મને હાર આપો જેથી મે મારા સાસરીયા પક્ષ તરફથી આપેલ સોનાનો હાર જે આશરે સાડા ત્રણ તોલાનો હાર મે દિનેશને આપવાની ના પાડતા દિનેશે મને કહેલ કે તારે મને સોનાનો હા ૨ મને આપવો જ પડશે. નહીતર તને જાનથી મારી નાખીશ અથવા તારા ખરાબ વિડીયો મારા મોબાઇલ ફોનમાં છે. જે હું વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી મારી પાસેથી બળજબરીથી સોનાનો આશરે સાડા ત્રણ તોલાનો હાર મારી પાસેથી લઇ ગયેલ હતો. અને બાદમાં અમારા સોનાચાંદીના ઘરેણા દિનેશ પાસે માંગતા તેણે અમને કહેલ કે તમારી વીટીઓ તથા લક્કી (પોચી) તથા સોનાનો હાર મારી પાસે નથી. અને તે મે વિંછીયા બેન્‍કમાં મુકેલ છે. તે ઘરેણું તમે ભુલી જાજો. તેમજ જો આ બાબતે પોલીસમાં ફરીયાદ કરીશ તો તને તથા તારા પતીને જાનથી મારી નાખીશ.  તેવી ધમકી આપતા અંતે પોલીસમાં ફરીયાદ કરી હતી.

 આ ફરીયાદ અન્‍વયે વિંછીયા પોલીસે આરોપી સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:15 PM IST)