તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ગોંડલમાં મામાદેવ મંદિરમાંથી માત્ર ૨૫ મીનીટમાં દોઢ લાખના ચાંદીના છતરની ચોરી
પચાસ વર્ષથી શ્રધ્ધાળુઓએ નાના-મોટા છતર-ચડાવ્યા હતા : મંદિરના ટ્રસ્ટી મયુરભાઇ દેસાણીની ગોંડલ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદઃ બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ, તા.૧૪: ગોંડલના ભોજલપરા શેરી નં. ૧માં રહેતા અને કુંભારવાડામાં મામાદેવના મંદિર અંદર શ્રીફળ અને પુજાપાની દુકાન ચલાવવા ઉપરાંત મંદિરના ટ્રસ્ટી મયુરભાઇ ચંદુલાલ દેસાણી (ઉ.વ.૪૦)એ મંદિરનું તાળુ તોડી તસ્કરો રૂા.૧ે૫૦ લાખની કિમતના ચાંદીના છતરચોરી ગયાની ગોંડલ સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મયુરભાઇએ પોલીસને જણાવ્યું કે તે ગઇકાલે ઘેર હતા ત્યારે હિતેષભાઇ ઠુમ્મરે કોલ કરી વાત કરી હતી કે, ‘ હું મંદિરે આરતી કરવા આવ્યો છુ જોયુ તો મંદિરે તાળુ ન હતું. મંદિરના દરવાજોના કાચ તુટેલો છે. મંદિરની અંદર ચડાવેલ છતર પણ નથી' કહેતા તેણે ત્યાં જઇને જોતા કાચનો દરવાજો તુટેલો હતો. મંદિરમાં પચાસેક વર્ષથી શ્રધ્ધાળુઓએ ચઢાવેલા રૂા. એકાદ કિલોના નાના-મોટા ચાંદીના છતર ચોરી થયાનું જાણાવા મળ્યુ હતું.
સીસીટીવી ફુટેજ ચેક કરતા રાત્રે ૧,૪૦ થી ૨.૦૫ના સમયે બે રેઇનકોટ પહેરેલ તસ્કરો મંદિરની દિવાલ કુદી ગ્રીલનું તાળુ તોડી ચોરી કરી જતા કેદ થતા ફરીયાદ નો઼ંધાવી હતી ગોંડલ બી-ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી વધુતપાસ હાથધરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
