તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 15th September 2026
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા દ્વારા ગણેશચતુર્થીના પાવન અવસરે શ્રી ગણેશનું પૂજન-અર્ચન
સાયં આરતી બાદ"પૂ.ભાઈશ્રી"ના સાનિધ્યમાં સાંદીપનિ ઋષિકુળના સર્વે ઋષિકુમારો ઉપસ્થિત : પોરબંદર શહેર તથા અન્ય વિસ્તારોમાંથી આવેલા અનેક દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૫: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા દ્વારા ગણેશચતુર્થીના પાવન અવસરે શ્રી હરિ મંદિરમાં સ્થાપિત શ્રી ગણેશનું પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતું.
ગણેશચતુર્થીના પાવન દિવસે શ્રી હરિ મંદિરમાં "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સવારે શ્રી ગણેશજીની દિવ્ય પ્રતિમાની ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા વિધિવત્ સ્થાપના તથા દિવ્ય અભિષેક સાથે પૂજન કરવામાં આવ્યુ હતું.
આ સાથે ગણેશચતુર્થીના પાવન અવસરે સાયં આરતી બાદ
"પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા દ્વારા શ્રી ગણેશજીનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતુ.
આ અવસરે સાંદીપનિ ઋષિકુળના સર્વે ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા તથા પોરબંદર શહેર તથા અન્ય વિસ્તારોમાંથી આવેલા અનેક દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
