<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભાવનગરના મહુવામાં ગાંધીનગર વિજિલન્સની ટીમ પર હુમલો:દેશી દારૂની રેડ દરમિયાન મહિલા અને બુટલેગરનો વિરોધ

ગાંધીબાગ વિસ્તાર નજીક મહિલા અને બુટલેગર લાલજીબોઘાના ઘરે રેડ કરવા પહોંચેલી ટીમ સાથે માથાકૂટ થઈ

ભાવનગરના મહુવામાં દેશી દારૂ અંગે રેડ કરવા પહોંચેલી ગાંધીનગર વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. મહુવાના ગાંધીબાગ વિસ્તાર નજીક મહિલા અને બુટલેગર લાલજીબોઘાના ઘરે રેડ કરવા પહોંચેલી ટીમ સાથે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન મહિલાએ વિજિલન્સના એક અધિકારીનો કાંઠલો પકડી તેમને રૂમમાં લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અધિકારી પોતાનો બચાવ કરતા “અમે કોઈ લુખ્ખા નથી, અમને છોડી દો” કહેતા સંભળાય છે. રેડ દરમિયાન થયેલી આ ઘટનાથી વિજિલન્સની કામગીરી સામે પડકાર ઊભો થયો છે. અહેવાલો મુજબ, હુમલા બાદ વિજિલન્સના અધિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હવે આગળ શું કાર્યવાહી થાય છે અને હુમલામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસર પગલાં લેવાય છે કે નહીં તે જોવું રહ્યું.

(6:57 PM IST)