તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ટંકારાના હમીરપર પાટિયા પાસે ઇકો-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : ત્રણ ઇજાગ્રસ્ત : જુઓ વિડીયો
મિતાણા-નેકનામ રોડ પર મોડી રાત્રે સર્જાયો અકસ્માત, ઘાયલોને 112 મારફતે હોસ્પિટલ ખસેડાયા : ઇકોમાં સવાર બે પરપ્રાંતીય શખ્સોની પૂછપરછ, કાર અગાઉ ગુનામાં વપરાઈ હોવાની આશંકા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૫ : ટંકારા તાલુકાના મિતાણા-નેકનામ રોડ પર હમીરપર ગામના પાટિયા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, હમીરપર પાટિયા પાસે ઇકો કાર નંબર GJ 16 BG 0731 અને CNG રિક્ષા નંબર GJ 36 W 5912 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 112 ને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને 112ની મદદથી સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઇકો કારમાં પરપ્રાંતીય પ્રદિપ મન્ડલોઈ અને કરમ બિલ્વાલ સવાર હતા. આ ઇકો કાર અગાઉ કોઈ ગુનાહિત કૃત્યમાં વપરાઈ હોવાની પણ ચર્ચા છે, જોકે આ બાબતે ટંકારા પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
પોલીસે બંને વાહનો કબજે કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
