News of Monday, 2nd November 2026
કાલાવડના ખંઢેરા ગામે જુગાર દરોડો

કાલાવડના ખંઢેરા ગામે જુગાર દરોડોઃ જામનગરઃ તા.ર,ખંઢેરા ગામની માઢ સીમમાં સાયાભટ્ટ તરીકે ઓળખાતા વિસ્તારમા સરકારી ખરાબાની જગ્યામાં બાવળના ઝાડ નીચે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી જુગાર રમે છે તેવી હકિકત મળતા જુગાર રમતા રોકડા રૂ.૩૧,૫૦૦/ મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૨૫૦૦૦/- તથા મો.સા. કુલ-૦૪ કિ.રૂ.૧,૬૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૨,૧૬,૫૦૦/- સાથે (૧) પ્રવિણસિંહ પ્રતાપસિંહ જાડેજા(૨) સલીમભાઇ ઇસ્માઇલભાઇ ખીરા,(૩) ભાવેશભાઇ દેવશીભાઇ રાઠોડ રહે. હાલ હેલીપેડ સોસાયટી કાલાવડ(૪) લાલજીભાઇ ટપુભાઇ કપુરીયા, (૫) દિનેશગીરી રતીગીરી ગૌસ્વામી રહે. ગોલણીયા ગામને ઝડપી લીધા હતા.
P.I એન.વી.આંબલીયા તથા HC વિનોદ જે. જાદવ તથા HC અલ્તાફ ટી.સમા તથા HC વનરાજ એન.ગઢાદરા તથા PC રાજદીપસિંહ કે.જાડેજા તથા PC ભયપાલસિંહ એમ.જાડેજા તથા PC નીરજકુમાર વિ.મુંધવા દ્વારા કરવામા આવેલ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
