તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ગોંડલમાં પોલીસ કર્મચારીના ઘરમાં જુગારધામ ઝડપાતા ખળભળાટ : હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહને સસ્પેન્ડ કરાયા
રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે આકસ્મિક દરોડો પાડતા પોલીસબેડામાં ખળભળાટ :ગોંડલ DySP કચેરીમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મીઓની પણ બદલી કરાઈ

ગોંડલ DySP કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહના ઘરમાં જ જુગારધામ ચાલતું હોવાનું પકડાયું છે. રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે બાતમીના આધારે આ દરોડો પાડીને મોટા પાયે જુગાર રમતા ૧૪ શખ્સોને ઝડપી પાડ્યા છે.
રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે આકસ્મિક દરોડો પાડતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. દરોડા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહના ઘરની તપાસ કરતા ત્યાંથી 1 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળી આવ્યું હતું. આ મામલે ભગીરથસિંહ અને તેમની પત્ની સહિત કુલ ૧૪ લોકો સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેન્જ IG નિર્લિપ્ત રાયે તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત, આ સમગ્ર પ્રકરણમાં તપાસ અને વહીવટી કારણોસર ગોંડલ DySP કચેરીમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મીઓની પણ બદલી કરવામાં આવી છે. આટલું જ નહીં, રાજકોટ B ડિવિઝન પોલીસ સ્ટેશનના ૬ પોલીસ કર્મીઓની પણ તાત્કાલિક અસરથી હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. પોલીસ દળના જ વ્યક્તિના ઘરેથી જુગારધામ ઝડપાતા પોલીસની છબી ખરડાઈ છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ત્વરિત અને કડક પગલાં લીધા છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
