તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ચોટીલાના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી પુનાથી ઝડપાયો
અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચલાવાઈ રહ્યું છે ફરાર આરોપીઓને પકડવાનું અભિયાન

વઢવાણ તા.૨૭: રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સૂચના હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી. એચ. સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફોલો સ્કવોડ ટેક્રિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કાર્યવાહી કરી રહી હતી. તેમને મળેલી બાતમીના આધારે ટીમ મહારાષ્ટ્રના પુના ખાતે પહોંચી હતી.
પકડાયેલ આરોપીનું નામ પ્રશાંતભાઈ મલીધર મોરાનકર, રહે. પુના મહારાષ્ટ્ર છે. તેની સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.
આ ગુનો છેતરપિંડીના આરોપસર નોંધાયેલો હતો. આરોપી લાંબા સમયથી ફરાર હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીનો કબજો ચોટીલા પોલીસને સોંપી દીધો છે. હવે વધુ તપાસ ચોટીલા પોલીસ કરશે.
આ સફળ કામગીરીમાં PSI આર. જે. ગોહિલ, PSI એન. એ. રાયમા, PSI બી. એન. દીવાન તેમજ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ જગાભાઈ અને ધર્મેશભાઈ નાગરભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.(
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
