તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
જામનગરના લાલપુર વિસ્તારમાં ઇંધણની અછતે માથાકૂટ સર્જી :લાંબી લાઇનોમાં ઉભા રહેલા ખેડૂતો વચ્ચે બોલાચાલી
ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરતા મામલો વધુ ઉગ્ર બનતા અટકાવ્યો

જામનગર જિલ્લામાં ઇંધણની અછત વચ્ચે ખેડૂતો વચ્ચે બબાલ સર્જાઈ હતી. લાલપુર વિસ્તારમાં ઇંધણ મેળવવા માટે ખેડૂતો લાંબી લાઇનોમાં ઉભા રહ્યા હતા, ત્યારે ટોળામાં માથાકૂટ અને બોલાચાલી થઈ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરતા મામલો વધુ ઉગ્ર બનતા અટકાવ્યો હતો. પોલીસની હાજરીને કારણે સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો અને વાતાવરણ શાંત બન્યું હતું. ઇંધણની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
