તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
વિસાવદરમાં ‘આંગણ સેવા મિલન’ કાર્યક્રમ અંતર્ગત ભૂલકાઓને ફળ વિતરણ કરાયું
મહાનુભાવોએ બાળકો સાથે આનંદપૂર્વક સમય વિતાવ્યો હતો અને રમત-ગમત સાથે તેમને પૌષ્ટિક આહારનું મહત્વ ખૂબ જ સરળ શૈલીમાં સમજાવ્યું

( યાસીન બ્લોચ દ્વારા ) વિસાવદર : શહેરના જીવાપરા વોર્ડ નં. ૫ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં એક વિશેષ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ‘આંગણ સેવા મિલન’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના આરોગ્ય અને પોષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ આંગણવાડી કેન્દ્ર સાથે સમાજનું જોડાણ વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં આવતા નાના-નાના ભૂલકાઓને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો સાથે આનંદપૂર્વક સમય વિતાવ્યો હતો અને રમત-ગમત સાથે તેમને પૌષ્ટિક આહારનું મહત્વ ખૂબ જ સરળ શૈલીમાં સમજાવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં વિસાવદર નગરપાલિકાના સદસ્ય શ્રીમતી રક્ષાબેન ઉદયભાઈ મહેતા, આંગણવાડી વર્કર ચેતનાબેન ચિતલીયા સહિત વિસ્તારની અગ્રણી મહિલાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હકારાત્મક અને સેવાભાવી વાતાવરણમાં સંપન્ન થયો હતો તેમ ઉદય મહેતાએ જણાવ્યું છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
