<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુત્રાપાડામાં સ્‍વ.ડો.ભરતભાઈ બારડની ૧૮મી પુણ્‍યતિથિ નિમિત્તે રવિવારે વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ કેમ્‍પ અને શ્રદ્ધાંજલિ સભા

ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે સવારે ૯ થી ૧૨:૩૦ સુધી કેમ્‍પઃ વેરાવળના ડો.થાનકી નેત્રરોગ નિષ્‍ણાત સેવા આપશેઃ મોતિયાના ઓપરેશન સહિત તમામ સુવિધા નિઃશુલ્‍ક

(રામસિંહ મોરી દ્વારા)સુત્રાપાડા તા.૧૭: સમાજસેવા અને આરોગ્‍યસેવાને સમર્પિત જીવન જીવનાર સ્‍વ.ડો. ભરતભાઈ જશાભાઈ બારડની ૧૮મી પુણ્‍યતિથિ નિમિત્તે સુત્રાપાડા ખાતે સેવાકીય કાર્યક્રમ યોજાશે.

ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ તથા ડો.ભરતભાઈ બારડ એકેડમી એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ, સુત્રાપાડાના સંયુક્‍ત ઉપક્રમે તા.૧૯/૦૭/૨૦૨૬ રવિવારના રોજ સવારે ૯ થી ૧૨:૩૦ કલાક દરમિયાન ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ, બસ સ્‍ટેશન પાસે, સુત્રાપાડા ખાતે કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમની શરૂઆત ડો. ભરતભાઈને પુષ્‍પાંજાલિ અર્પણ અને પ્રાર્થનાસભાથી થશે. ત્‍યારબાદ વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સુત્રાપાડા અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોના નાગરિકોની ર્ંનિઃશુલ્‍ક આંખોની તપાસ,જરૂરિયાત મુજબ નિઃશુલ્‍ક દવાઓનું વિતરણ,જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન સંપૂર્ણ વિનામૂલ્‍યે,ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓ માટે રહેવા, જમવા, ચા-પાણી અને હોસ્‍પિટલ સુધીની વાહન વ્‍યવસ્‍થા પણ નિઃશુલ્‍ક.આ કેમ્‍પમાં વેરાવળના આશાદીપ ચેરિટેબલ ટ્રસ્‍ટના પ્રખ્‍યાત નેત્રરોગ નિષ્‍ણાત ડો. થાનકી પોતાની સેવાઓ આપશે.

ઉલ્‍લેખનીય છે કે સ્‍વ. ડો. ભરતભાઈ બારડનું તા.૧૯ જુલાઈ, ૨૦૦૮ના રોજ ગોવા ખાતે દરિયામાં દુર્ઘટનાજન્‍ય અવસાન થયું હતું. તેમની સ્‍મૃતિને જીવંત રાખવા તેમના પિતા ગુજરાત રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડ અને તેમના મોટાભાઈ તથા ટ્રસ્‍ટના પ્રમુખ દિલીપભાઈ જે. બારડના માર્ગદર્શન હેઠળ છેલ્‍લા ૧૮ વર્ષથી સુત્રાપાડા તાલુકામાં વિવિધ આરોગ્‍યલક્ષી સેવાકાર્યો કરવામાં આવે છે.

કેમ્‍પનો લાભ લેવા ઈચ્‍છુક દર્દીઓએ પોતાના જૂના કેસપેપરો સાથે હાજર રહેવું. પૂર્વ નોંધણી માટે કમલેશભાઈ મકવાણા મો. ૯૯૨૪૯૭૦૪૪૦ પર સંપર્ક કરવાનો રહેશે.

ટ્રસ્‍ટના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્‍લા પ્રભારી દિલીપભાઈ જે. બારડએ સુત્રાપાડા અને આસપાસના ગામોના નાગરિકોને આ સેવાકીય નેત્રયજ્ઞ કેમ્‍પનો વધુમાં વધુ લાભ લેવા હાર્દિક અપીલ કરી છે. 

 

(11:29 AM IST)