<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

રવિવારે ભાવનગરના ખોજાવાડમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન: વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો સેવા આપશે

રજિસ્ટ્રેશન પ્રક્રિયા જ. ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર ખાતે સવારે ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન કરી શકાશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શહેરના નાગરિકોને એક જ સ્થળે વિવિધ રોગોની નિષ્ણાત તબીબી સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા ઉમદા હેતુથી ખોજા શિયા ઇસ્નાઅશરી જમાત, ભાવનગર અને જ. ઉમ્મે કુલસુમ (સ.અ.) તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા. ૨૯/૩/૨૦૨૬ને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા દરમિયાન ઝયનબીયા હૉલ, ખોજાવાડ, ભાવનગર ખાતે યોજાશે.  

આ વિનામૂલ્યે મેડિકલ કેમ્પમાં જુદા-જુદા વિભાગોના અનુભવી અને નિષ્ણાત તબીબો પોતાની સેવાઓ આપશે. જેમાં કીડની અને મૂત્રાશયના રોગોના નિષ્ણાત ડૉ. નિરવ મહેતા (MBBS, MS, MCH-UROLOGY), હાડકા તથા સાંધાના રોગોના નિષ્ણાત ડૉ. મિસમ ઉનિયા (MS ORTHOPEDIC), સ્ત્રીરોગ તથા વ્યંધત્વના રોગોના નિષ્ણાત ડૉ. પુજા ધોરી લાઠીયા (MS GYNEC) અને બાળરોગ તથા નવજાત શિશુના રોગોના નિષ્ણાત ડૉ. સજ્જાદ લાખાણી (MBBS, DCH (Ped.)) ઉપસ્થિત રહેશે.  
આ ઉપરાંત કેમ્પમાં જનરલ સર્જન અને લેપ્રોસ્કોપીક સર્જન ડૉ. એમ. આર. વસાયા (MS GENERAL SURGEON), બી.પી., ડાયાબીટીસ અને ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. ઝાકીર મેઘાણી (MD MEDICINE - PHYSICIAN) તેમજ દાંત તથા પેઢાના રોગોના નિષ્ણાત ડૉ. જબીર ગભરાણી (BDS - Implantologist) પણ જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ અને માર્ગદર્શન પૂરું પાડશે.  
મેનેજિંગ ટ્રસ્ટી પરવીનબેન મર્ચન્ટ દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેમ્પનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા જ. ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર ખાતે સવારે ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન કરી શકાશે. વધુ માહિતી અથવા નોંધણી સંબંધિત પૂછપરછ માટે ફોન નંબર ૦૨૭૮ - ૨૫૨૪૦૧૭ પર સંપર્ક સાધી શકાશે.  ભાવનગરના ખોજાવાડ વિસ્તાર અને આસપાસના નાગરિકોને આ નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનો મહત્તમ લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે

(7:04 PM IST)