<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

મોરબીના જલારામ ધામ ખાતે 4 સપ્ટેમ્બરે યોજાનાર વિનામૂલ્યે નેત્રમણિ કેમ્પ જન્માષ્ટમી પર્વને પગલે મોકૂફ.

દર માસની 4 તારીખે યોજાતો કેમ્પ આ મહિને બંધ રહેશે: આગામી માસથી રાબેતા મુજબ પુનઃ શરૂ થશે

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જલારામ ધામ ખાતે દર મહિનાની 4 તારીખે યોજાતો વિનામૂલ્યે નેત્રમણિ કેમ્પ આ મહિને મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી 4 સપ્ટેમ્બર 2026 ના રોજ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આવતો હોવાથી સંચાલકો દ્વારા પ્રવર્તમાન માસનો કેમ્પ રદ ક૨વાનો નિર્ણય લેવાયો છે.

આવતા મહિનાથી દર માસની 4 તારીખે યોજાતો આ કેમ્પ રાબેતા મુજબ ફરીથી નિયમિત શરૂ ક૨વામાં આવશે. જલારામ ધામ (મોરબી) ના આયોજકો દ્વારા આંખની તપાસ અને નેત્રમણિના ઓપરેશનનો લાભલેતા તમામ દર્દીઓ તથા લાભાર્થીઓને ધક્કો ન થાય તે માટે આ ફેરફારની નોંધ લેવા ખાસ વિનંતી કરવામાં આવી છે.

(1:07 AM IST)