News of Wednesday, 22nd July 2026
વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન દ્વારા જસદણમાં ૪૦ મકાનોની મફત અર્પણવિધિ
WMO તાજ આશિયાના નામે બનાવેલા ફલેટની ચાવી અર્પણ કાર્યક્રમમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારો,કેબિનેટ મંત્રી અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં યોજાશે અનોખો કાર્યક્રમ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૨: જસદણ મેમણ જમાઅત, વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન મુંબઈ અને જીકરભાઈ (તાજમામા)ભાવનગરના સહયોગથી બનાવવામાં આવેલા ૪૦ મકાનોની મફત અર્પણ વિધિ આગામી તા.૨૬ ના રોજ જસદણમાં યોજાશે.
આ અંગે મેમણ જમાઅતના જણાવ્યા મુજબ જસદણમાં રહેતા મેમણ સમાજના સામાન્ય પરિવારો કે જેમની પાસે ઘરનું મકાન નથી તેવા લાભાર્થીઓને આઞામી તા.૨૬ ના રોજ સવારે યોજાનારા ૅચાવી અર્પણૅ કાર્યક્રમમા મફતમાં મકાન વિતરણ કરવામાં આવશે.
આ મકાનો બનાવવામાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન મુંબઈ, જીકરભાઈ ભાવનગર અને સ્થાનિક મેમણ જમાઅત દ્વારા ફંડ મેળવવામાં આવ્યું હતું જેના દ્વારા ૪૦ મકાનો બનાવવામાં આવ્યા છે.
ચાવી અર્પણકાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે તેમજ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો.હસીનભાઈ અઘાડી,ટ્રસ્ટી જનાબ અહેસાનભાઈ ગાડાવાળા,સેક્રેટરી જનાબ શરીફભાઈ મેમણ,ઈરફાનભાઇ ખીમાણી ગઢડાવાળા,વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન મુંબઈની સમગ્ર ટીમ અને આ કાર્યના મુખ્ય દાતા અને સ્વપ્ન દ્રષ્ટા જવાબ જીકરભાઈ (તાજમામા(ભાવનગર વાળા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા જમાઅતના તમામ કારોબારી સભ્યો,મેમણ સહકારી શરાફી મંડળી,મેમણ મિત્ર મંડળના સભ્યો,મેમણ ઓર્ગેનાઇઝેશન યુથ વિગના સભ્યો તથા સમાજના દરેક વ્યક્તિઓ તન મન ધનથી સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે.
આ કાર્યક્રમના મુખ્ય દાતા જનાબ હાજી હુસેનભાઇ ખીમાણી,જનાબ ઇમરાનભાઈ હુસેનભાઇ ખીમાણી (ખુશી જીન),જનાબ મજીદભાઈ અલીમામદભાઈ (કમલ પાન), જનાબ સાજીદભાઈ મજીદભાઈ (ગુજરાત ટ્રેડિગ),જનાબ હારુનભાઈ દાદભાઈ હુનાણી, જનાબ ઈમરાનભાઈ હાજી ઈકબાલભાઈ (ઈશાણી ટ્રાન્સપોર્ટ),જનાબ વારીસભાઈ હારૂૂભાઈ બોદલા,જનાબ જીકરભાઈ મામદભાઈ પરીયાણી, યુસુફભાઈ ઈશાકભાઇ નાગાણી, હાજી સલીમભાઈ ગફારભાઈ, નક્શ બંધ ગ્રુપ જસદણ,જનાબ હાજી ઈકબાલભાઈ પોપટીયા અમદાવાદ અને જનાબ રહીમભાઈ ગફારભાઈ નાગાણી એ પોતપોતાની સગવડતા મુજબ નાનું મોટું યોગદાન આપી આ કાર્યને સફળ બનાવ્યું છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ મેમણ જમાઅતના પ્રમુખ ઈમરાનભાઈ ખીમાણી, WMOના સીટી ચેરમેન જવાબ હાજી રસીદભાઈ, રાજુભાઈ પટારી વાળા,જસદણ મેમણ જમાઅતના કારોબારી સભ્યો,સામાજિક કાર્યકરો,વિવિધ ગ્રુપના યુવાનો અને તનવીરભાઈ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલીમભાઈ ખીમાણી માસ્તર દ્વારા કરવામાં આવશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
