તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
જસદણમાં હોટલમાં ભાગીદારીના નામે ૩.પ૪ લાખનું રોકાણ કરાવી છેતરપીંડી કરી
બે મિત્રોએ રકમ એકઠી કરી હોટલમાં ભાગીદારી કરી હતી : હોટલના મહિનાના અંતે હિસાબનુ કહેતા વાયદા બતાવ્યા બાદ યુવાન અને તેના પરિવારને ધમકી આપતા જસદણ પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૩ :.. જસદણમાં રહેતાં ખેડૂત યુવાન અને તેના મિત્રને હોટલમાં ભાગીદારી આપવાના નામે સાડા ત્રણ લાખનું રોકાણ કરાવ્યા બાદ હોટલ માલીકે પૈસા નહી આપી માથે જતા તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે ખેડૂત ભાવીન શાંતીભાઇ છાયાણી (ઉ.વ.ર૭ રહે. જસદણ, ગાંડીવાડી, ગઢડીયા રોડ) એ શુભમ ગીરધરભાઇ રાખોલીયા (રહે. જસદણ) સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, તેની એકાદ વર્ષ પહેલા ચીતલીયા કુવા રોડ પર એઇટ-ઇલેવન ઇન્ડીયન-ચાઇનીઝ હોટલના માલીક આરોપી શુભમ સાથે મુલાકાત થઇ હતી. બે દિવસ બાદ આરોપીએ તેને વાત કરી હતી કે, મારે દવાખાનાના કામ પૈસાની જરૂર છે. તમે મને સગવડ કરી આપો તો હું તમને હોટલમાં પ૦ ટકા, ભાગીદારી આપીશ. જેથી પૈસા બાબતે પુછતા આરોપીએ મે રૂા. ૬.પ૦ લાખનું રોકાણ કર્યુ છે. તમે મને ૩.૩૦ લાખ આપો એટલે તમારી પણ ભાગીદારી ગણાશે. નફાનો હિસાબ દર મહિને કરીશું. તેમ વાત કરતા તેણે તેના મિત્ર ધવલ હિરપરાને વાત કરી બને મિત્રોએ ૩.૩૦ લાખ એકઠા કરી આરોપી શુભમને આપ્યા હતાં. જે બાબતનું લાખણ પણ કરાવી લીધુ હતું.
ત્યારબાદ મહિનો પુરો થતા પંદર દિવસનો હિસાબ કરાયો હત. જેમાંથી ર૪ હજાર ખર્ચાના આરોપીને અપાયા હતાં. ત્યારબાદ તે અને ધવલ હોટલમાં જતા આવતા હતાં. જે બાદ મહિનો પુરો થતા હિસાબની વાત કરતાં આરોપી બહાના બતાવતો હતો. તેવો અને ધવલે ૩.પ૪ લાખ હોટલમાં આપેલા છે. અમારે ભાગીદારી રાખવી નથી. કહેતાં આરોપીએ બે-ત્રણ મહિનામાં પૈસા પરત કરી દેવાનું કહ્યું હતું. પરંતુ છ માસ હોટલ ચલાવી હતી. પરંતુ પૈસા બાબતે વાત કરતાં ખોટા વાયદાઓ આપતા હતાં. છેલ્લે આરોપીએ બોલાચાલી કરી ગાળો દઇ હવે હોટલે આવશો તો જીવતા રહેવા દઇશ નહીં કહી ધમકાવ્યા હતાં. એટલું જ નહી રાત્રે તેના ઘેર જઇ આરોપીએ ગાળો દઇ તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
