તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
ભાવનગરમાં દૂધના ખોટા ફેટ રિપોર્ટ બનાવી રૂ.53 લાખની છેતરપિંડી :છ આરોપીઓને ઝડપી લેવાયા
ભોજપરા ગામે આવેલી દૂધની કંપનીમાં અસલી રિપોર્ટની જગ્યાએ ખોટા રિપોર્ટ બતાવી કંપનીને રૂ.53 લાખનો ચૂનો લગાવ્યાનો આક્ષેપ: કૌભાંડમાં કંપનીના કર્મચારીઓ અને અન્ય શખ્સો ભેગા મળ્યા હોવાની ફરિયાદ

ભાવનગરમાં દૂધના ખોટા ફેટ રિપોર્ટ બનાવી રૂ.53 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ભોજપરા ગામે આવેલી દૂધની કંપનીમાં અસલી રિપોર્ટની જગ્યાએ ખોટા રિપોર્ટ બતાવી કંપનીને રૂ.53 લાખનો ચૂનો લગાવ્યાનો આક્ષેપ છે. આ કૌભાંડમાં કંપનીના કર્મચારીઓ અને અન્ય શખ્સો ભેગા મળ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ભરતનગર, વેળાવદર ભાલ અને તળાજા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓએ દૂધના ફેટના ખોટા રિપોર્ટ તૈયાર કરી કંપની સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
