<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

હળવદમાં ચાર રસ્‍તા રિક્ષા ઉંધી વળીઃ ત્રણ વર્ષના આનંદનું મોત

પિતા જયદેવભાઇ રાણેવાડીયાની રિક્ષામાં બેસી તેની સાથે બજારમાં જતો હતો ત્‍યારે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુઃ પરિવારજનોમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૮: હળવદમાં રિક્ષા પલ્‍ટી મારી જતાં રિક્ષાચાલક યુવાનની સાથે તેમાં બેઠેલા તેના ૩ વર્ષના પુત્રનું ગંભીર ઇજા થવાથી મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ હળવદમાં માર્કેટ યાર્ડ પાસે રહેતો જયદેવભાઇ રાણેવાડીયા નામનો યુવાન પોતાની રિક્ષામાં પુત્ર આનંદ (ઉ.વ.૩)ને બેસાડીને ઘરેથી બજારમાં ચીજવસ્‍તુ લેવા જતો હતો ત્‍યારે ચાર રસ્‍તા નજીક જોગણી માતાના મંદિર પાસે રિક્ષા એકાએક પલ્‍ટી મારી જતાં પાછળ બેઠેલા પુત્ર આનંદને ઇજાઓ થતાં હળવદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રીના મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર આનંદ બે ભાઇમાં મોટો હતો. તેના સગાના કહેવા મુજબ પિતા-દિકરો રિક્ષામાં બજારે જતાં  હતાં ત્‍યારે ખરાબ રસ્‍તાને કારણે રિક્ષા પલ્‍ટી મારી ગઇ હતી. જેમાં પિતાનો બચાવ થયો હતો, જ્‍યારે સાથે બેઠેલા ત્રણ વર્ષના દિકરાને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું હતું. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(11:29 AM IST)