<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ખોજાબેરાજા ગામ પાદરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શોને રોકડા રૂ.૨૧,૧૯૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી પંચકોશી બી ડીવીઝન પોલીસ

સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો ગોળ કુડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા

જામનગર :નાયબ પોલીસ મહાનીરીક્ષક નિર્લિપ્ત રાય (IPS )રાજકોટ વિભાગ નાઓ દ્રારા પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતી નેસ્તનાબુત કરવા સુચના કરવામા આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો રવી મોહન સૈનીનાઓએ પ્રોહી જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય તથા જામનગર લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભાનાઓના માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગારના કેશો સોધી કાઢવા માટે પો.ઇન્સ. વી.જે.રાઠોડ પંચકોશી બી ડીવી.પો.સ્ટે. નાઓએ સુચનાઓ કરેલ હોય.
તે દરમ્યાન પંચકોશી બી ડીવી પો.સ્ટેના એ.એસ.આઈ એચ.બી.પાંડવ તથા પો.કોન્સ હરવિજયસિંહ.નામદેવસિંહ જાડેજાનાઓને ના.રા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ એચ.બી.પાંડવને મળેલ બાતમીના આધારે ખોજાબેરાજા ગામ ના પાદરમા જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો ગોળ કુડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી હકીકત મળતા નીચે જણાવેલ નામ વાળા ચાર ઇસમોને ફુલ રોકડ રૂપીયા ૨૧,૧૯૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ ચાર ઈસમો નાસી ગયેલ હોય જે ફરીયાદ રીપોર્ટ પો.કોન્સ હરવિજયસિંહ નામદેવસિંહ જાડેજાનાઓએ આપતા એ.એસ.આઇ એચ.બી.પાંડવનાઓએ જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(૧) રણજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, જાતે દરબાર, ઉ.વ.૫૦, ધંધો ખેતી, રહે-સેવકધુણીયા ગામ બંગલાની બાજુમાં તા.લાલપૂર જી.જામનગર મો.૯૯૦૯૧૬૪૨૬૨
(૨) દેવરાજભાઇ ખેરાભાઇ પિંગળસૂર, જાતે મેહેશ્વરી મેઘવાળ, ઉ.વ.૫૩, ધંધો પ્રા.નોકરી, રહે-ખોજાબેરજા ગામ પાદરમાંતા.જી.જામનગર મો.૯૦૨૩૫૫૭૨૫૯
(૩) શૈલેષભાઇ પોપટભાઇ ડાંગર, જાતે રાવલ, ઉ.વ.૪૯, ધંધો મજુરી, રહે હાલ- ગજણા ગામ રાવલવાસ સોસાયટી તા.લાલપૂર જી.જામનગર.મો.૯૩૧૬૬૪૬૮૩૨
(૪) અમીતસિંહ ચંદુભા વાઘેલા, જાતે-દરબાર, ઉ.વ.૪૭, ધંધો ખેતી, રહે સેવકધુણીયા ગામ શંકરના મંદિરની બાજુમાં તા.લાલપૂર જી.જામનગર મો.ન.૬૩૫૨૪૮૨૯૨૧
ફરારી-
(૫) કારાભાઇ કુંભાભાઇ ભરવાડ રહે.ખોજાબેરાજા ગામ પાદરપાસે જુની નીશાળની પાસે, તા.જી.જામનગર
(૬) મૈયાભાઇ લખુભાઇ ભરવાડ રહે.ખોજાબેરાજા ગામ પાદરપાસે જુની નીશાળની બાજુમાં તા.જી.જામનગર
(૭) મેઘાભાઇ દેસાભાઇ પીંગળસૂર રહે.ખોજાબેરાજા ગામ પાદરપાસે જુની નીશાળની બાજુમાં તા.જી.જામનગર
(૮) ચંદ્રેશ ભૂટાભાઇ ભરવાડ રહે.ખોજાબેરાજા ગામ પાદરપાસે જુની નીશાળની બાજુમાં તા.જી.જામનગર
આ કાર્યવાહી એ.એસ.આઈ એચ.બી.પાંડવ તથા પો.કોન્સ હરવિજયસિંહ નામદેવસિંહ જાડેજા તથા રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામા આવેલ.

(11:06 PM IST)