<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સુરેન્‍દ્રનગરના ચાર યાત્રિક ફલાઈટ રદ થતા મક્કામાં ફસાયા

વઢવાણ તા.૧૫: સુરેન્‍દ્રનગરના ચાર યાત્રિકો સાઉદી અરેબિયામાં ફ્‌લાઈટ રદ થતા મક્કામાં ફસાયા છે. તેઓ ઉમરાહ કરવા ગયા હતા. રિયાધ એરપોર્ટ પર હૂતી વિદ્રોહીઓના હુમલા બાદ ફ્‌લાઈટ સેવાઓ પર અસર પડી છે.

હાજી બટુકભાઈ અને હાજી રહીમભાઈ સહિત ચાર યાત્રીઓ ૧૭ સપ્‍ટેમ્‍બરે ઇરાકમાં જિયારત અને ઉમરાહ માટે નીકળ્‍યા હતા. તેઓ ૧૩ ઓક્‍ટોબરે અમદાવાદ પરત ફરવાના હતા, પરંતુ ફ્‌લાઈટ રદ થતા મક્કાની હોટેલમાં રોકાવું પડ્‍યું છે.

યાત્રીઓએ જણાવ્‍યું છે કે હાલ કોઈ મુશ્‍કેલીનો સામનો નથી. બીજી તરફ, ભારત અને સાઉદી અરેબિયા વચ્‍ચેની ફ્‌લાઇટ કામગીરીમાં અવરોધોને ધ્‍યાનમાં રાખીને જેદ્દાહ સ્‍થિત ભારતીય કોન્‍સ્‍યુલેટ જનરલે ભારતીય નાગરિકો માટે માર્ગદર્શક સૂચના જાહેર કરી છે.

યાત્રીઓએ વધુમાં જણાવ્‍યું કે, હાલ  પરિસ્‍થિતિ વચ્‍ચે પણ સુરક્ષિત હોવા બદલ તેમણે અલ્લાહ તઆલાનો આભાર વ્‍યક્‍ત કર્યો છે. યાત્રીઓ વૈકલ્‍પિક રૂટથી ભારત પરત ફરવાનો વિચાર કરી રહ્યા છે, જેમાં મક્કાથી તાઇફ, ઓમાનના મસ્‍કત થઈ મુંબઈ અને પછી અમદાવાદ પહોંચવાનો વિકલ્‍પ છે

(10:29 AM IST)