News of Wednesday, 13th May 2026
મોરબીના ગાળા નજીક બંધ કારખાનામાં ચોરી કરનાર તસ્કર ગેંગના ચાર પકડાયા
મોરબી એલસીબીએ ૧.૯૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધાઃ અન્ય ૪ના નામ ખુલ્યા

તસ્વીરમાં પકડાયેલ તસ્કર ગેંગના સાગ્રીતો (નીચે બેઠેલા) સાથે મોરબી એલસીબીનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૩: મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનામાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં મોરબી એલસીબી (LCB) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોરી કરતી ગેંગના ૪ સભ્યોને ઝડપી પાડી ૧,૯૪,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ગત તારીખ ૦૩/૦૩/૨૦૨૫ થી ૦૪/૦૩/૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ગાળા ગામની સીમમાં આવેલા બંધ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોએ ત્રાટકીને સીસીટીવી કેમેરા, એનવીઆર, સોની કંપનીનું ટીવી, વિજકરંટ પસાર કરતી કોપર પ્લેટ તથા ઇલેક્ટ્રિક પેનલનો કોપર કેબલ સહિતનો કિંમતી સામાન ચોરી લીધો હતો. આ અંગે ૧૨/૦૩/૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં બીએનએસ (BNS) ની કલમ ૩૩૧(૪) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ વણશોધાયેલા ગુનાને ઉકેલવા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ કામે લાગી હતી. બાતમીના આધારે પોલીસે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પરથી સીએનજી (CNG) ઓટો રિક્ષા (GJ36U7710) અને સ્પ્લેન્ડર બાઈક (ઞ્થ્૧૪ખ્ણ્૪૩૩૮) સાથે રમેશ ઉર્ફે પોયો મનુભાઈ વાઘેલા (રહે. શક્તિપરા તા. વાંકાનેર, જિ. મોરબી), હમીરભાઈ બહાદુરભાઈ વાઘેલા (રહે. ગઢડા, જિ. બોટાદ), અજયભાઈ ઉર્ફે અજીત સુરાભાઈ વાઘેલા (રહે. ગઢડા, જિ. બોટાદ) અને રણજીતભાઈ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઈ માથાસુરીયા (રહે. હાલ શક્તિપરા તા. વાંકાનેર, મૂળ રહે. દેવસર તા. ચોટીલા)ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં ચોરીની કબૂલાત થતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી.
વધુમાં પકડાયેલા શખ્સોની પૂછપરછમાં હમીરભાઈ ધનજીભાઈ માથાસુરીયા (રહે. દેવસર, તા. ચોટીલા), ધનજીભાઈ વેરશીભાઈ માથાસુરીયા (રહે. દેવસર, તા. ચોટીલા), હેમંતભાઈ સેરાભાઈ વાઘેલા (રહે. ધામેલ, તા. દામનગર, જિ. અમરેલી) અને સુરેશભાઈ બચુભાઈ સાડમીયા (રહે. સરધાર, જિ. રાજકોટ)નું નામ ખુલતા તેને શવધુમાં પોલીસે સીએનજી ઓટો રિક્ષા - કિંમત રૂ. ૮૦,૦૦૦, સ્પ્લેન્ડર બાઇક - કિંમત રૂ. ૨૦,૦૦૦, કોપર વાયરના ટુકડા (વજન ૩૪ કિલો) -કિંમત રૂ. ૩૭,૪૦૦, કોપર પ્લેટના ટુકડા (વજન ૩૪ કિલો) - કિંમત રૂ. ૩૭,૪૦૦, ૪ મોબાઈલ ફોન - કિંમત રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૯૪,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
