તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
જામનગરના ગોરધનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને રોકડ સહીત રૂ. ૧,૨૩,૪૨૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.
બાતમીના આધારે કેવળાપાઠ સીમ વિસ્તારમાં વોકળના કાંઠે જાહેરમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી લેવાયા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગે રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.બી ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના રૂષીરાજસિંહ વાળા તથા મયુરસિંહ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના ગોરધનપર ગામની કેવળાપાઠ સીમ વિસ્તારમાં વોકળના કાંઠે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓના કબ્જા માંથી રોકડ રૂ. ૮૪૨૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૧૫,૦૦૦/-તથા બે મો.સા. કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૨૩,૪૨૦/- ના મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. રૂષીરાજસિંહ વાળાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ ૧) રાહુલભાઇ રાજુભાઇ પરમાર (રહે. ગોરધનપરગામ, પેટ્રોલપંપની બાજુમા, સોનનગરી તા.જી.જામનગર) ૨) ઉમંગભાઇ પ્રવિણભાઇ પરમાર (રહે. મોરજરગામ તા.ભાણવડ જી.દેવભુમિ દ્રારકા) ૩) કૌશીકભાઇ રમેશભાઇ સદાદીયા( રહે. લાખાબાવળ ગામ ના પાટીયા પાસે, નિષ્કામ ફાર્મ તા.જી.જામનગર) ૪) દેવજીભાઇ વશરામભાઇ સીતાપરા (રહે. ગોરધનપરગામ પેટ્રોલપંપ ની પાછળ તા.જી.જામનગર)
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ. ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા. યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
