તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
દસાડા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડ
પક્ષ વિરોધી પ્રવળત્તિ : છ વર્ષ સુધી સસ્પેન્ડ આકરૂં વલણ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરીને પક્ષ વિરોધી કરતા કાર્યકર્તાઓ નું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને હવે તેના પુરાવા શોધી અને કાર્યકર્તાઓ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે દસાડા વિધાનસભાના યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પરમાર દ્વારા વિરોધી પ્રવળત્તિ કરવામાં આવતી હોવાની બુમરાણ મળવા પામી હતી.
જેને આધારે કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ પ્રકારના પુરાવાઓ મેળવી અને ત્યારબાદ કિશોરભાઈ પરમાર કે જે પોતે દસાડા વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા તેને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ અંગે આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે ત્યારે પક્ષમાં રહી અને પક્ષ વિરોધી પ્રવળત્તિ કરતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીએ પૂર્વ પ્રમુખને સસ્પેન્ડ કરી અને કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
