<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

જામનગરમાં પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને સ્વ. વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે ૨૪ જુલાઈએ બ્લડ ડોનેશન કેમ્પ

ધારાસભ્ય દિવ્યેશ અકબરીની આગેવાની હેઠળ મિત્ર મંડળનું આયોજન, રક્તદાતાઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ

જામનગર : જામનગરમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ સ્વ. વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિના અવસરે માનવસેવાના ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય દિવ્યેશ અકબરીની આગેવાની હેઠળ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ ને (શુક્રવાર)ના રોજ સવારે ૮.૦૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી શ્રી લેઉવા પટેલ સેવા સમાજ, સરદાર પટેલ ચોક, રણજીતનગર, જામનગર ખાતે યોજાશે.
આયોજકો દ્વારા શહેરના યુવાનો, સમાજના આગેવાનો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. રક્તદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓ અને થેલેસેમિયા સહિતના દર્દીઓને જીવનદાન મળી શકે છે. તેથી વધુમાં વધુ રક્તદાતાઓ આ કેમ્પમાં જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

(12:18 AM IST)