News of Saturday, 10th October 2026
ગોંડલના સડક પીપળીયાના હૂમલા-ફાયરીંગ પ્રકરણમાં પૂર્વ ધારાસભ્યના પૌત્રએ છુપાવેલ પિસ્તોલ કબ્જે કરાઈ
રૂરલ એલસીબીએ રીબડાના ધ્રુવરાજસિંહ જાડેજાને તેની જ વાડીમાંથી ઝડપી લીધોઃ વાડીમાં દેશી પિસ્તોલ તથા ૩ કાર્ટીસ કબ્જે

ગોંડલ, તા.૧૦: ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં તાજેતરમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલા ચકચારી સશસ્ત્ર મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનો પૌત્ર એવા નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને રાજકોટ ગ્રામ્ય ન્ઘ્ગ્ ટીમે લાંબા સર્ચ ઓપરેશનને અંતે તેની જ વાડીમાંથી ઝડપી લીધો હતો અને પકડાયેલ ધ્રુવરાજસિંહે જે પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યુ હતું તે છુપાવેલ પિસ્તોલ અને કાર્ટીસ કાઢી આપતા પોલીસે તે કબ્જે કરી હતી.
ગત તા.૩ ઓકટોબરની સડક-પીપળીયા ગામની સીમમાં ખેતરમાં બકરાઓ દ્વારા પાકને નુકસાન થવાના મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા લાકડીઓ અને લોખંડના પાઈપ જેવા હથિયારો સાથે ખુની હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. બનાવની ગંભીરતા જોઈતાં ગોંડલ તાલુકા પોલીસ અને રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્વરિત એકશનમાં આવી ખુની હૂમલા અને ફાયરીંગમાં સંડોવાયેલા આરોપીઓ કરણ સુનિયા બામણીયા (રહે.વરજર, ભાભરા, અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે. શાપર-વેરાવળ), સમીર કાસમ વિસળ (રહે. હડમતીયા, ભેસાણ, જૂનાગઢ) અને એક બાળ આરોપી સહિતના શખ્સોને દબોચી લીધા હતા.
આ પ્રકરણમાં અગાઉ પકડવાના બાકી રહેલા પૂર્વ ધારાસભ્યના પૌત્ર ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. રીબડા) ને એસસીબી ટીમે તેની રીબડા ખાતે આવેલી તેની વાડીએથી ઝડપી પાડી કાયદેસરની સઘન પૂછપરછ હાથ ધરી છે. ગોંડલ તાલુકા પોલીસે પકડાયેલ ધ્રુવરાજસિંહની પુવતાછ હાથધરી જે પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યુ હતું તે પિસ્તોલ અને ત્રણ કાર્ટીસ તેની વાડીમાંથી કબ્જે કર્યા હતા. વધુ તપાસ પી.આઈ. ડામોર ચલાવી રહયા છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
