તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
દસાડા-પાટડી તાલુકામાં વરસાદી સંકટ વચ્ચે પૂર્વ ધારાસભ્ય નોૈશાદભાઈ સોલંકીની માનવતાભરી પહેલ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.ર૫: છેલ્લા સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે દસાડા અને પાટડી તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દસાડા-પાટડી તાલુકાના પૂર્વ ધારાસભ્ય નોૈશાદભાઈ સોલંકી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મદદરૂપ થવા માટે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. તેમણે પૂરગ્રસ્ત પરિવારોને હિંમત આપતાં જણાવ્યું કે મુશ્કેલીની આ ઘડીએ તેઓ લોકોની સાથે છે અને શકય તમામ મદદ પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત નોૈશાદભાઈ સોલંકીએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અલગ-અલગ ગામોમાં મોકલી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા, લોકોની સમસ્યાઓ જાણવા તેમજ જરૂરી સહાય પહોંચાડવા સૂચના આપી હતી. કોંગ્રેસની ટીમે ગામોમાં જઈ લોકોને આશ્વાસન આપ્યું અને તેમની જરૂરિયાતો અંગે માહિતી મેળવી.
ભારે વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિમાં અનેક પરિવારોને તાત્કાલિક સહાયની જરૂરિયાત ઉભી થઈ છે. આવા સમયે પૂર્વ ધારાસભ્ય નોૈશાદભાઈ સોલંકી અને કોંગ્રેસની ટીમ દ્વારા કરવામાં આવેલી રાહત કામગીરી સ્થાનિક લોકો માટે આશ્વાસનરૂપ બની છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
