તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા- પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ સહપરિવાર અમરેલીમા કર્યું મતદાન, લોકશાહીના પર્વમાં સહભાગી થવાની અપીલ
મતદાન મથકે પહોંચી નિભાવી નાગરિક ફરજ; કહ્યું- "મતદાન એ લોકશાહીનો આત્મા, દરેક નાગરિક અવશ્ય મત આપે"

રાજકોટ તા.૨૬: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે, 26 એપ્રિલ 2026ના રોજ અમરેલીમાં પૂર્વ વિપક્ષી નેતા અને પૂવૅ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પરેશ ધાનાણી અમરેલી ખાતેના નિયત મતદાન મથકે સહપરિવાર પહોંચ્યા હતા અને લાઈનમાં ઊભા રહીને સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે આંગળી પરની અમિટ શાહીનું નિશાન બતાવી લોકશાહીના આ પર્વમાં સહભાગી થવાનો સંદેશ આપ્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, "મતદાન એ લોકશાહીનો આત્મા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગામથી લઈને શહેર સુધીના વિકાસની દિશા નક્કી કરે છે. દરેક નાગરિકે પોતાના વિસ્તારના ભવિષ્ય માટે અવશ્ય મતદાન કરવું જોઈએ." તેમણે યુવાનો અને પ્રથમ વખતના મતદારોને ખાસ અપીલ કરતા કહ્યું કે મતદાનથી વંચિત ન રહે.
મતદાન મથકે ઉપસ્થિત કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ તેમનું અભિવાદન કર્યું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
