<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

મોરબીમાં દશા શ્રીમાળી જૈન મૂર્તિપૂજક વણિક જ્ઞાતિની નવી ટીમની રચના.

ચેરમેન પદે કલ્પેશભાઈ ઘોઘાણી અને પ્રમુખ પદે પરેશભાઈ શાહની વરણી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શ્રી દશા શ્રીમાળી જૈન મૂર્તિપૂજક વણિક જ્ઞાતિ દ્વારા સમાજની એકતા, વિકાસ અને સેવાના ઉમદા હેતુથી નવી ટીમની રચના કરવામાં આવી છે. "સૌનો સાથ – સૌનો વિકાસ સમાજનો વિકાસ" ના મંત્ર સાથે રચાયેલી આ નવી ટીમમાં ચેરમેન તરીકે કલ્પેશભાઈ ઘોઘાણી અને પ્રમુખ તરીકે પરેશભાઈ શાહની સર્વાનુમતે નિમણૂક ક૨વામાં આવી છે.
  આ નવી ટીમ સમાજના તમામ સભ્યોને સાથે લઈને એકતા, વિકાસ, સેવા અને સહકારની ભાવનાથી સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેશે. સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પ સાથે નવી ટીમના પદાધિકારીઓ, સલાહકાર સમિતિ અને કારોબારી સભ્યોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેની વિગત નીચે મુજબ છે:
નવનિયુક્ત પદાધિકારીઓ
ચેરમેન: કલ્પેશભાઈ ઘોઘાણી
પ્રમુખ: પરેશભાઈ શાહ
મંત્રી: ચંદ્રેશભાઈ મહેતા
ઉપપ્રમુખ: નિલેશભાઈ શાહ
ખજાનચી: નયનભાઈ મહેતા
સહમંત્રી: પ્રતિકભાઈ દોશી
સહ-ખજાનચી: સાગરભાઈ મહેતા
સલાહકાર સમિતિ
અશોકભાઈ કોઠારી, રમેશભાઈ મહેતા, હિતેષભાઈ મહેતા, દિપેનભાઈ શેઠ અને દિવ્યેશભાઈ સંઘાણી.
કારોબારી સભ્યો
ભરતભાઈ કોઠારી, સંજયભાઈ શેઠ, જયેશભાઈ કોઠારી, મનિષભાઈ મહેતા, પ્રતિકભાઈ મહેતા, રોનકભાઈ કોઠારી, જીગ્નેશભાઈ કોઠારી, વિરલભાઈ મહેતા, અંકિતભાઈ મહેતા, ઉપેન્દ્રભાઈ વોરા, અભિષેકભાઈ મેઘાણી, ચંદ્રેશભાઈ કોઠારી અને રાજભાઈ મહેતા.
નવી જવાબદારી સ્વીકારનાર તમામ પદાધિકારીઓ, સલાહકાર સમિતિ તથા કારોબારી સભ્યોને જ્ઞાતિના અગ્રણીઓ અને સભ્યો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

(9:46 PM IST)