તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th November 2026
ગિરનાર પરિક્રમા બાદ વન વિભાગની આક્રમક સફાઈ ઝુંબેશ: આગામી 10 થી 15 દિવસ સુધી ચાલશે સઘન સફાઈ અભિયાન
સમગ્ર અભયારણ્ય વિસ્તાર સંપૂર્ણપણે સ્વચ્છ અને કચરામુક્ત રહે તે સુનિશ્ચિત કરાશે

ગિરનાર પરિક્રમા પૂર્ણ થતાં જ વન વિસ્તારમાં ફેલાયેલી ગંદકીને દૂર કરવા માટે વન વિભાગ દ્વારા કડક અને આક્રમક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા ફેલાવવામાં આવેલા કચરાનો તાત્કાલિક અને વ્યવસ્થિત નિકાલ કરવા માટે વન વિભાગનો સ્ટાફ તથા વિવિધ NGO મેદાનમાં ઉતર્યા છે, જેઓ આગામી 10 થી 15 દિવસ સુધી આ સઘન અભિયાન ચલાવશે. આ કડક કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય વન્ય પ્રાણીઓને કોઈ ખલેલ ન પહોંચે અને સમગ્ર અભયારણ્ય વિસ્તાર સંપૂર્ણપણે સ્વચ્છ અને કચરામુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
