News of Friday, 8th May 2026
ચોરવીરા જંગલ વિસ્તારમાંથી સાંઢા વન્ય પ્રાણીનો શિકાર કરનાર ફોરેસ્ટ વિભાગની ટીમે ઝડપી લીધો
માસ મટન ખાવા માટે શિકાર કર્યો હતોઃ શિકાર કરી અને સાંઢા નામના પ્રાણીમાંથી તેલ કાઢી અને તેનું વેચાણ કરી અને આર્થિક લાભ માટે શિકાર કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૮: સુરેન્દ્રનગર જિલ્લામાં વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે રેન્જ ફોરેસ્ટ અધિકારીઓની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે અને સમયાંતરે પેટ્રોલિયમ પણ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે થાનગઢ રેન્જ ફોરેસ્ટ વિભાગની રેન્જ દ્વારા સુરેન્દ્રનગરના ચોર વીરા ગામે આવેલ વીડ જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શંકાસ્પદ હાલતમાં દલસુખભાઈ મનજીભાઈ માથાસુરીયા ની અટકાયત કરવામાં આવી હતી અને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી સાંઢા વન્યપ્રાણી મળી આવ્યા હતા.
ત્યારે આ અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ઝડપાયેલા ઈસમ દલસુખભાઈ મનજીભાઈ ની પૂછપરછ કરવામાં આવતા તેના દ્વારા સાંધા વન્ય જીવનો શિકાર કરવામાં આવ્યો છે અને તેમાંથી તેલ કાઢી અને તેના વેચાણ કરવા અને તેના માસ મટન ખાવા માટે વ્યક્તિગત દૂર ઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ આધારે તેની અટકાયત કરી અને તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આરોપી પાસેથી મુદ્દામાલમાં સાંઢો વન્યપ્રાણી જીવંત હાલતમાં એક તથા શિકારમાં ઉપયોગમાં લેવામાં આવતી દોરીના ગાળા તેમજ એક બાઈક જપ્ત લેવામાં આવ્યું છે ૨.૩૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાવી અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
