તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ બાદ વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણનાપાત્ર ઇંગ્લીશ દારૂનો કેસ શોધી કાઢતી જૂનાગઢ રેન્જ પોલીસ ટીમ, રૂ. ૩૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ તરફથી આવતી ટાટા ટેરેસ ટ્રકમાંથી ૮૫૦ પેટી ઇંગ્લીશ દારૂ ઝડપાયો, એક આરોપી પકડાયો, બે આરોપી ફરાર : જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોહીબીશન અંગેની ગે.કા. પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં : કડકમાં કડક કાર્યવાહીની ચેતવણી

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દેશી-વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને ગે.કા. પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સૂચના કરેલ હોયજેના અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી આર.જી.ચુડાસમા, શ્રી બી.ડી.માવદિયા તથા પોલીસ સ્ટાફ જૂનાગઢ રેન્જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ટાટા કંપનીનો ટેરેસ ટ્રક રજી. નંબર GJ-24-X-0999 વાળાનો ચાલક તથા અન્ય ઇસમો તેના કબ્જા હવાલાના ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફથી આવીને વંથલી તરફ જનાર છે તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી મળતા સદરહુ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવાનું સફળ આયોજન કરી સદરહુ બાતમી મુજબના વાહનની વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબનું વાહન ટેરેસ ટ્રક રાજકોટ તરફથી આવતા તેને રોકી ઉપરોક્ત વાહનને ચેક કરતા વાહનમાં ટ્રકમાં ભરેલ દારૂ મળી આવેલ હોય જેથી સદરહુ ઇંગ્લીશ દારૂના જથ્થાની ભરેલ એક ટાટા કંપનીનો ટેરેસ ટ્રક રજી. નંબર GJ-24-X-0999 વાળી ટ્રકનો ચાલક તથા અન્ય ઇસમો મળી આવેલ હોય જેથી સદરહુ ઇંગ્લીશ દારૂના જથ્થાની ભરેલ એક ટાટા કંપનીનો ટેરેસ ટ્રક રજી. નંબર GJ-24-X-0999 વાળી ટ્રકના ચાલક તથા અન્ય ઇસમો વિરુદ્ધમાં વંથલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૪૨૬૦૭૧૬/૨૦૨૬ પ્રોહી કલમ ૬૫(અ), ૧૧૬(બી), ૮૧(૨), ૯૮(૨) મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવેલ છે, કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં CHARLIE RESERVE WHISKY કાચની ૭૫૦ એમ.એલ.ની બોટલ ૩૯૮ પેટી કુલ ૪૫૩૬ બોટલ કિંમત રૂ. ૨૨,૨૬,૦૬૦/-, ROYAL CHALLENGE FINE RESERVE WHISKY કાચની ૭૫૦ એમ.એલ.ની બોટલ ૬૬ પેટી કુલ ૭૯૨ બોટલ કિંમત રૂ. ૩,૪૪,૧૪૦/-, ROYAL CHALLENGE FINE RESERVE WHISKY કાચની ૧૮૦ એમ.એલ.ની બોટલ ૮૬ પેટી કુલ ૪૧૨૮ બોટલ કિંમત રૂ. ૩,૭૧,૦૦૧૬/-, PARTY SPECIAL GOLD PREMIUM WHISKY પ્લાસ્ટિકની ૧૮૦ એમ.એલ.ની બોટલ ૫૦ પેટી કુલ ૨૪૦૦ બોટલ કિંમત રૂ. ૩,૧૨,૦૦૦/-, ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY કાચની ૭૫૦ એમ.એલ.ની બોટલ ૩૦ પેટી કુલ ૧૪૪૦ બોટલ કિંમત રૂ. ૨,૨૬,૮૨૦/-, ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY કાચની ૧૮૦ એમ.એલ.ની બોટલ ૧૭૫ પેટી કુલ ૨૨૨૦ બોટલ કિંમત રૂ. ૨,૧૫,૪૩૪૦/-, 9 ONE RUM PREMIUM QUALITY પ્લાસ્ટિકની ૧૮૦ એમ.એલ.ની બોટલ ૪૫ પેટી કુલ ૬૬૦ બોટલ કિંમત રૂ. ૨,૧૫,૦૦૦/-, એક ટાટા કંપનીનો ટેરેસ ટ્રક રજી. નંબર GJ-24-X-0999 કિંમત રૂ. ૧૨,૦૦,૦૦૦/-, મોબાઈલ ફોન નંગ-૦૧ કિંમત રૂ. ૫૦૦૦/-, રોકડા રૂપિયા રૂ. ૩,૮૦૦/-, સફેદ કલરની તાડપત્રીઓ નંગ-૦૨ કિંમત રૂ. ૦૦/-, રસ્સી નંગ-૦૧ કિંમત રૂ. ૦૦/- મળી કુલ ૮૫૦ પેટી ૧૬૧૩૬ બોટલ કુલ રૂ. ૩૬,૧૫,૨૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે, પકડાયેલ આરોપી ભોજાભાઈ કરાભાઈ કોડીયાતર રહેવાસી બોપીખા કનાશાળાની બાજુમાં રવાપરીકા પોરબંદર તથા હાજર નહીં મળી આવનાર આરોપીઓમાં (૧) પ્રશાંત ગીરીશભાઈ વાઘેલા રહેવાસી ખાગેશ્રીગામ ડોકોમેડી વેરી તા.કુતિયાણા જી.પોરબંદર (૨) અજાણ્યો ઇસમ રાજસ્થાન ભીલવાડા ખાતેનો દારૂનો જથ્થો ભરી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી.રાણા, પો.સ.ઇ. શ્રી આર.જી.ચુડાસમા, શ્રી બી.ડી.માવદિયા તથા એ.એસ.આઈ. રામદેવસિંહ ઇન્દ્રસિંહ, હરદેવસિંહ અમરસિંહ, ગજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ રતુભા, પો.હેડ કોન્સ. દેવાયતસિંહ શરણસિંહરાજ, કનુભાઈ નાનુભાઈ, પ્રવીણસિંહ બાબુભાઈ, જગદીશભાઈ સમરથભાઈ, હરેન્દ્રસિંહ ભીખુભા, મહેન્દ્રભાઈ દાનાભાઈ, વિપુલસિંહ કિરણસિંહ, આઝાદસિંહ મૂળુભાઈ, પો.કો. ભુપતસિંહ ડોલરસિંહ, પ્રવિણસિંહ પીડાભાઈ, ડાયાભાઈ કાનાભાઈ, અમિતભાઈ કશનભાઈ, જીતેન્દ્રભાઈ દેસાભાઈ, રામભાઈ નગાભાઈ, અરવિંદભાઈ રસિકભાઈ વગેરે દ્વારા કરવામાં આવેલ છે, આ અંગે ડી.આઈ.જી.પી.શ્રી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવેલ છે કે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોહીબીશન અંગેની ગે.કા. પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં, આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે એમની કચેરીના સ્ટાફ દ્વારા કડકમાં કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
