તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
મોરબીના જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલનને પગલે કલેક્ટર, એસપી, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપવાસ છાવણી પર પહોંચ્યા
આંદોલનકારી ખેડૂતો સાથે અધિકારીઓએ તેમની માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી :પ્રશાસન દ્વારા ખેડૂતોને ગાંધીનગર ખાતે ચર્ચા માટે આમંત્રણ અપાયું પરંતુ ખેડૂતોએ હાલ ગાંધીનગર જવાનો ઈનકાર કર્યો

મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનની ગંભીરતાને પગલે આજે મોરબીના કલેક્ટર, એસપી (SP) અને એસડીએમ (SDM) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપવાસ છાવણી પર પહોંચ્યા હતા. આંદોલનકારી ખેડૂતો સાથે અધિકારીઓએ તેમની માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પ્રશાસન દ્વારા ખેડૂતોને ગાંધીનગર ખાતે ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોએ હાલ ગાંધીનગર જવાનો ઈનકાર કર્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ વળતરના નવા ડ્રાફ્ટનો અભ્યાસ કર્યા બાદ જ તેઓ કોઈ નિર્ણય લેશે. પોતાની પડતર માંગણીઓ અંગે ખેડૂતો હજુ પણ અડગ અને મક્કમ છે
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
