તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
સૌરાષ્ટ્રના માલધારી માટે ઘાસચારો: પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસની માંગણી
- ઓછા વરસાદના કારણે ઘાસચારાને લઈને માલધારીઓ મુશ્કેલીમાં :સૌરાષ્ટ્રમાં ઘાસચારા અને પાણીની તંગીના મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘાસચારા અને પાણીની તંગીના મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. રાજકોટ કોંગ્રેસના માલધારી આગેવાને સરકાર પાસે માંગ કરી. ઓછા વરસાદના કારણે ઘાસચારાને લઈને માલધારીઓ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે માલધારી સમાજ દ્વારા ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે . સૌરાષ્ટ્રના પશુઓ માટે મકાઈ અને લીલા ચારા ની અછત સર્જાઈ છે , સરકાર સસ્તા કે રાહત ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવે અને તાત્કાલિક કેટલકેમ્પ શરૂ કરી પશુપાલકોને રાહત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ..
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
