તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 2nd August 2026
લખતરમાં વરસાદી પાણીથી જળબંબાકાર: કૃષ્ણનગર સોસાયટી પાણીમાં ગરકાવ
યોગ્ય પાણી નિકાલના અભાવે પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી

લખતરમાં વરસાદ અને ઉપરવાસના પાણી આવી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. યોગ્ય પાણી નિકાલના અભાવે પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લખતરની કૃષ્ણનગર સોસાયટી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ વિસ્તારના સામે આવેલા ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં ચારેતરફ માત્ર પાણી જ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જે ત્યાંની વિકટ પરિસ્થિતિનો સ્પષ્ટ ચિતાર આપે છે
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
