News of Tuesday, 30th June 2026
ગોંડલ નજીક બે વર્ષ પહેલા પકડાયેલ જ્વલનશીલ પેટ્રોલ પ્રવાહીમાં કલેકટર દ્વારા આકરો ૨૧ાા લાખનો દંડ ફટકારાયો
ગાંધીનગર તથા મામલતદારની ટીમોએ દરોડા પાડી ૨૯ હજાર લીટર જથ્થો કબજે લીધો હતો

રાજકોટ, તા.૩૦: રાજ્યમાં ખનીજ તેલ અને પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ સામે વહીવટીતંત્ર લાલઘૂમ બન્યું છે. ગોંડલ શહેરના નેશનલ હાઇ-વે પર એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં તંત્રને સફળતા મળી છે. પુરવઠા વિભાગની ગાંધીનગર ટીમ અને સ્થાનિક તંત્રની સંયુક્ત ટીમે એક આકસ્મિક દરોડા દરમિયાન લાખો રૂપિયાની કિંમતનું જ્વલનશીલ પેટ્રોલિયમ ઝડપી પાડી, સંચાલકોને ભારે દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. ૨૭/૦૪/૨૦૨૪ ના રોજ નાયબ નિયામક (પેટ્રોલિયમ), મદદનીશ નિયામક (ફેરણી) અને અન્ન અને નાગરીક પુરવઠા કચેરી, ગાંધીનગરની ટીમ તથા ગોંડલ શહેરના મામલતદારની ટીમ દ્વારા દરોડા પાડી, ગોંડલ શહેરના નેશનલ હાઇ-વે નં. ૨૭ પર આવેલા ઉમવાડા ચોકડી પાસે, શિવ ગાઠીયા રથની પાછળ આવેલા એક યુનિટ પર આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.જ્વલનશીલ પેટ્રોલિયમ -વાહીનો વેચાણ અને સંગ્રહ થતો હોવાનું બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. કોઈપણ પ્રકારના વેલિડ લાયસન્સ કે સુરક્ષાના સાધનો વગર મોટા પાયે આ પ્રવળત્તિ ચાલતી હતી અને તપાસમાં ગેરરીતિ જણાતા તંત્ર દ્વારા તુરંત જ ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને ઘટનાસ્થળ પરથી ૨૯,૦૦૦ લીટર જ્વલનશીલ પેટ્રોલિયમનો જથ્થો તાત્કાલિક અસરથી સીઝ (જપ્ત) કરી લેવામાં આવ્યો હતો. આટલી મોટી માત્રામાં પેટ્રોલિયમનો સંગ્રહ જનસુરક્ષા માટે પણ ખતરો બની શકે તેમ હતો.
આ મામલે તંત્ર દ્વારા ત્વરિત પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ અનઅધિકળત જથ્થા અને ગેરકાયદેસર પ્રવળત્તિ બાબતે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ ની કલમ-૬(એ) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ સમક્ષ ચાલી હતી.
જિલ્લા કલેક્ટર સમક્ષ ચાલેલા આ કેસમાં દલીલો અને પુરાવાઓને ધ્યાને લેતા, જપ્ત કરાયેલ કુલ ૨૯,૦૦૦ લીટર જથ્થાની કુલ કિંમતના ૧૦૦ ટકા જેટલી રકમનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ સંચાલકોને કુલ રૂ. ૨૧,૭૫,૦૦૦ (એકવીસ લાખ પંચોતેર હજાર)નો જંગી દંડ ઓમદેવસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ પ્રભાશંકર છેલાવાળા નિલેશભાઈ ભીમજીભાઈ સોજીત્રા સહિતના લોકોને દંડ કરીયો છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
