તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
સરકારી અનાજ ૬૩ બાચકા ભરેલ મીની ટેમ્પોને ઝડપી બેડેશ્વરના પાંચ શખ્સોને ઝડપતી જામનગર પોલીસ

જામનગર તા.૮: પાણાખાણથી બેડી બંદર જતા રોડ પર શંકાસ્પદ મીની ટેમ્પો ટાટા ઈન્દ્રા વી-૨૦ નીકળતા આ શંકાસ્પદ મીની ટેમ્પો ટાટા ઈન્ટ્રા વી-૨૦ જીજે-૧૦-એટી-૪૭૪૭ વાળા ને રોકી ટેમ્પો ગાડી ની ઝડતી તપાસ કરતા ટેમ્પો ગાડીમાથી અલગ અલગ સફેદ કલરના ઘંઉના(અનાજ) ભરેલ બાચકા તથા શણના કોથળા જોવામા આવેલ જે અંગે બીલ કે આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવી ગોળ ગોળ જવાબ આપી અને આ ઘંઉં બાબતે આ મજકુર ઈસમોને પુછ-પરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી મજકુર ઇસમ નં.(૧) ઈકબાલ અબ્દુલ કમોરા વાઘેર ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઈવીંગ રહે. બેડી ઈંદ મસ્જીદ રોડ કરીમજામ નાકા પાસે સોઢા ફળી (૨) અબ્બાસ વલીમામદ જેડા મિયાણા ઉ.વ.૩૮ ધંધો-વેલ્ડીંગ કામ રહે. બેડી ઈંદ મસ્જીદ રોડ જમાતખાનાની બાજુમાં ં(૩) શબીર જુસબભાઈ શેખ જાતે-ફકીર ઉ.વ.૫૦ ધંધો-રીક્ષા ડ્રાઈવીંગ રહે.બેડી ઈદ મસ્જીદ રોડજમાતખાનાની બાજુમા (૪) અબ્દુલવલીમોહમ્મદ જેડા મિયાણા ઉ.વ.૫૦ ધંધો રી.ડ્રા. રહે. બેડી ઈદ મસ્જીદ રોડ જમાતખાનાની બાજુમાં જામનગર મો.નં.૭૦૪૧૯૩૩૧૧૧ (૫) આબીદ અબ્દુલ જેડા જારો-મિયાણા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે. બેડી ઈદ મસ્જીદ રોડ જમાતખાનાની બાજુમા જામનગર વાળાઓના કબ્જા માંથી સફેદ કલરના પ્લાસ્ટીકના ઘંઉ ભરેલ બાચકા નંગ ૨૭ તથા શણના કોથળા મા ઘંઉં ભરેલ કોથળા નંગ ૩૬, બે લોખંડ ના હુક, એક સફેદ કલરનો નાળો(રસો), એક ભુખરા કલરનો નાળો(રસો), એક બડલ પિળા કલર ની પ્લાસ્ટીક ની દોરી, એક પીળા કલરની પ્લાસ્ટીક ની બાચકી ગોળ આકારમા દળો જેના ઉપરના ભાગે દોરી વિટેલ, એક નાની કાળા કલરની ટોર્ચ,બે મોબાઈલ ફોન તથા ટેમ્પો ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૬,૧૫,૫૨૦/- સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ. એન.બી.ચૌહાણ તથા બેડેશ્વર પોલીસ ચોકી પો.સબ ઇન્સ. આર.બી. ઠાકોર, પો.હેડ.કોન્સ. ભાયાભાઇ ચંદ્રવાડીયા તથા પો.કોન્સ. નિકુંજભાઇ ભુવા વુ.પો.કોન્સ. કોમલબેન ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
