તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
ખંભાળિયા પાલિકામાં વોર્ડ-પ માં ચાર સહિત આમ આદમી પાર્ટીના પાંચ મુસ્લિમ ઉમેદવાર વિજેતા
ગયા વખતે ભાજપે બે ટિકીટ આપી હતી જે આ વખતેના આપી એજ ઉમેદવાર ‘આપ'માં ફરી જીતી ગયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ર૮: નગરપાલિકામાં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્યું છે. અબુ કાસમ ભોકલ આમ આદમી પાર્ટી વોર્ડ નંબર ચારમાંથી વિજેતા થયા છે.
ખંભાળિયા પાલિકામાં વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીનો સપાટો ચારે ચાર બેઠકો કબજે કરી અને ભાજપને કારમી પછડાટ આપી છે. પાર્ટી દ્વારા આ સાથે પાંચ બેઠક કબજે કરવામાં આવી છે આ બેઠક પરથી ચારે ચાર મુસ્લિમ ઉમેદવાર વિજેતા થયા છે જે મુસ્લિમોનો ગઢ ગણાતો વિસ્તાર હતો.
ગત વખતે અહીંથી ભાજપમાંથી બે મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા જેમણે તેમને ભાજપે આ વખતે ટિકિટ ના આપતા આમ આદમીમાંથી એમણે ઝુકાવી દીધુ હતું જે વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર ચારમાં વિજેતા થયા છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
