News of Friday, 24th July 2026
અમરેલીમા પાંચ ઇંચ વરસાદઃખેડૂતોના હૈયે ટાઢક
ગઈકાલે સમી સાંજથી વહેલી સવાર સુધીમાં ઠેર ઠેર પાણી ભરાયા

(અરવિંદભાઈ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૪ :.. અમરેલી પંથકમાં મેઘરાજાના બીજા રાઉન્ડમાં ઓળઘોળ રહી ગઈકાલે સમી સાંજથી વહેલી સવાર સુધી પાંચ ઇંચ ઉપર વરસાદનું પાણી ઠાલવી દેતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ખેડૂતોના હૈયે ટાઢક છવાઈ ગઈ હતી.
અમરેલીમાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ ખેડૂતોએ વાવણી કાર્ય કરી દીધું હતું અને કપાસ, મગફળી નું વાવેતર કરી દીધું હતું એક સારા વરસાદની આશા પ્રથમ વરસાદ બાદ બંધાઈ હતી ત્યાં મેઘરાજાએ ફરી અમી દ્રષ્ટિ કરી હોય તેમ ગઈકાલે સમી સાંજ થી આ લખાઈ રહ્યું છે.
ત્યારે સવારના ૯ કલાક સુધી વરસાદ વરસવાનું શરૂ છે અને અમરેલી સહિત આજુબાજુના ગામના વિસ્તાર માં ધીમીધારે પાંચ ઇંચ ઉપર પાણી ઠાલવી દેતા ખેડૂતોના હૈયે ટાઢક છવાઈ ગઈ હતી બીજી તરફ અમરેલી શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડના કામ શરૂ છે ત્યારે ઠેર ઠેર ખોદકામ ના કારણે પાણી ભરાઈ ગયા છે રેલવે ઓવરબ્રિજ સ્થળ ઉપર ગોઠણ બુડ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જન સેવા કેન્દ્રમાં મુખ્ય ગેટની બાજુમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારો પાણીમાં ચાલવા મજબૂર થઈ રહ્યા છે. (પ-ર૪)
સવાર સુધીમાં રાજકોટમાં વીજળીના ગડગડાટ સાથે ત્રણ ઇંચ વરસાદ, રાત આખી વરસાદ પડયો, ત્રણ સ્થળોએ વૃક્ષો તૂટી પડયાઃ વેસ્ટ ઝોનમાં ૭૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૬૯ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૪૬ મીમી પાણી પડયું.
અમદાવાદમાં સવાર સુધીમાં ધોધમાર ૧પ.૩૦ ઇંચ, સૌથી વધુ બોપલ અને બાકરોલમાં ૧૮ ઇંચ, બોડકદેવ, સરખેજ અને જોધપુરમાં ૧૬ ઇંચ, મગતમપુરામાં ૧પ.૩૦ ઇંચ, સાયન્સ સિટી, વાસણા અને મેમનગરમાં ૧૪.૧૪ ઇંચ જેવો અતિ ભારે વરસાદ પડી ગયો, સવારથી વરસાદના ખમૈયા.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
