તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
તાલાલા યાર્ડમાં કેસર કેરીની મોસમની પ્રથમ હરાજી યોજાઈ
પરંપરા મુજબ પહેલું બોક્સ ગાયોના ચારા માટે રૂ.૧૧૧૧૧માં વેચાયું : સિઝનની શરૂઆત ભાવ અને ભક્તિ સાથે થઈઃ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ-ખેડૂતોમાં ઉત્સાહઃ આગામી દિવસોમાં આવક વધવાની સાથે ભાવમાં પણ ઘટાડો થવાની ધારણા

તાલાલા, તા.૨૦: તાલાલા ખાતે શનિવારે કેસર કેરીની મોસમની પ્રથમ હરાજીનો પ્રારંભ થયો હતો. પરંપરા મુજબ સિઝનનું પહેલું બોક્સ ગાયોના ચારા માટે વેચવામાં આવ્યું હતું. આ પહેલા બોક્સની હરાજીથી મળેલી રકમ ગૌસેવા માટે વાપરવામાં આવશે. પ્રથમ કેરીના બોક્સની ૧૧,૧૧૧ ની આવક થઈ હતી.
યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતાં વેપારીઓ, ખેડૂતો અને કમિશન એજન્ટોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સિઝન નિર્વિઘ્ને અને સમળદ્ધિથી પસાર થાય તેવી માન્યતા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી અને ઉપસ્થિત સૌએ ગૌસેવાના આ કાર્યને વધાવ્યું હતું.
તાલાલા પંથક વિશ્વપ્રસિદ્ધ ગીરની કેસર કેરીનું મુખ્ય મથક ગણાય છે. સિઝનના પ્રારંભે આવક ઓછી રહે છે, પરંતુ ગુણવત્તાયુક્ત કેરી બજારમાં આવતાં વેપારીઓમાં સારો ભાવ મળવાની આશા છે. આગામી દિવસોમાં કેસર કેરીની આવક ક્રમશઃ વધશે અને હરાજીમાં તેજી જોવા મળશે. પ્રથમ દિવસે ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સિઝન સારી જવાની આશા વ્યક્ત કરી હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
