તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાંમાં કેસર કેરીની મોસમની પ્રથમ હરાજી યોજાઈ: પરંપરા મુજબ પહેલું બોક્સ ગાયોના ચારા માટે રૂ. ૧૧૧૧૧ મા પ્રથમ કેરીનું બોક્સ વેચાયું
સિઝનની શરૂઆત ભાવ અને ભક્તિ સાથે થઈ: માર્કેટિંગ યાર્ડ માં વેપારીઓ-ખેડૂતોમાં ઉત્સાહ, પ્રથમ બોક્સની આવક ગૌસેવામાં વપરાશે, આગામી દિવસોમાં આવક વધવાની સાથે ભાવમાં પણ ઘટાડો થવાની ધારણા

તાલાલા, તા.૧૯ગીર સોમનાથ જિલ્લાની તાલાલા APMC ખાતે શનિવારે કેસર કેરીની મોસમની પ્રથમ હરાજીનો પ્રારંભ ભક્તિભાવ અને ઉમંગ સાથે થયો હતો. દર વર્ષની પરંપરા મુજબ સિઝનનું પહેલું બોક્સ ગાયોના ચારા માટે વેચવામાં આવ્યું હતું. આ પહેલા બોક્સની હરાજીથી મળેલી રકમ ગૌસેવા માટે વાપરવામાં આવશે. પ્રથમ કેરીના બોક્સની 11,111 ની આવક થઈ હતી.
આજે સવારે APMC યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતાં વેપારીઓ, ખેડૂતો અને કમિશન એજન્ટોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગલાચરણ અને પૂજાવિધિ બાદ હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. પરંપરા અનુસાર પ્રથમ બોક્સ ગૌમાતા માટે સમર્પિત કરવામાં આવે છે, જેને કારણે સિઝન નિર્વિઘ્ને અને સમૃદ્ધિથી પસાર થાય તેવી માન્યતા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી અને ઉપસ્થિત સૌએ ગૌસેવાના આ કાર્યને વધાવ્યું હતું.
તાલાલા પંથક વિશ્વપ્રસિદ્ધ ગીરની કેસર કેરીનું મુખ્ય મથક ગણાય છે. સિઝનના પ્રારંભે આવક ઓછી રહે છે, પરંતુ ગુણવત્તાયુક્ત કેરી બજારમાં આવતાં વેપારીઓમાં સારો ભાવ મળવાની આશા છે. APMCના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કેસર કેરીની આવક ક્રમશઃ વધશે અને હરાજીમાં તેજી જોવા મળશે. પ્રથમ દિવસે ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સિઝન સારી જવાની આશા વ્યક્ત કરી હતી.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
