તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
દર વર્ષે કથાનો ક્રમ જળવાય તો સનાતન સંસ્કાર દ્રઢ થાયઃ પૂ.મોરારીબાપુ
તલગાજરડામાં રામકથાનો પ્રારંભઃ મોરારિબાપુના હસ્તે દીપ પ્રાગટય, ‘માનસના સોપાનો ભગવાન રામજીના અંગો છે': સુંદરકાંડ એ રામજીનું マદયઃ પૂ.રામેશ્વરબાપુ હરિયાણીઃ વક્તા મહાદેવ પ્રસાદજી ઉપસ્થિત

રાજકોટ તા.૧૫: મહુવા તાલુકાના તલગાજરડા ખાતે તા. ૧૪ મેના રોજ ગામ સમસ્ત રામકથાનો ભવ્ય પ્રારંભ થયો. પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે કથાનું મંગલાચરણ થયું. આ કથાના વક્તા તરીકે સુખ્યાત કથાકાર પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ હરિયાણી બિરાજમાન છે.
પૂજ્ય મોરારિબાપુએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું કે, ‘‘દર વર્ષે આ ભૂમિ ઉપર કોઈને કોઈ કથાનો ક્રમ જળવાવો જોઈએ. નાનો હતો ત્યારથી ગામના પૂ. છગનદાદા ભાગવત કથાનો લાભ આપતા રહ્યા છે. દર વર્ષે આપણે ભાગવતજી, રામકથા કે કોઈ પણ સદ્ગ્રંથની કથા ગાવી જોઈએ, જેથી આપણા સનાતનના સંસ્કારો મજબૂત અને દ્રઢ થતા રહે.'' બાપુએ ઉમેર્યું કે વિશ્વમાં મોરારિબાપુ એવા કથા વક્તા છે કે જેમનું શ્રવણ શરીરના તમામ અંગોને રોમાંચિત કરી દે છે, પરંતુ સમય મળે ત્યારે તેઓ પોતે પણ એક સારા શ્રોતા તરીકે હંમેશા પ્રસ્તુત થાય છે.
કથાનો પ્રારંભ કરતા પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણીએ કહ્યું કે, ‘‘રામચરિત માનસનો પહેલો દિવસ કથા મહાત્મ્યનો દિવસ છે. વાલ્મિકીજી જેને કાંડ કહે છે, તુલસીદાસજી મહારાજ તેને સોપાન ગણીને આગળ વધ્યા છે. આ સોપાનો એ ભગવાન રામજીના વિવિધ અંગો છે. જેમાં ર્ંસુંદરકાંડ એ ભગવાન રામજીનું હૃદય છે.'' બાપુએ ભાવ વ્યક્ત કરતા કહ્યું, ‘‘મને અહીં કથા ગાવાનો અવસર મળ્યો છે તે મારા માટે સદભાગ્ય અને ગૌરવરૂપ ઘટના છે. બાપુ સામે બોલવું અઘરું તો છે, પરંતુ હું અશ્રુ અને આશ્રયથી આગળ વધીશ.'' કથાના પ્રથમ દિવસે વક્તા પૂ. મહાદેવ પ્રસાદજીએ પણ ઉપસ્થિત રહી પ્રાસંગિક વાણીનો લાભ આપ્યો હતો.
કથાના યજમાન મનોરથી તરીકે સમગ્ર તલગાજરડા ગામ જોડાયું છે. વિશેષ રૂપે સ્વ. રામજીભાઈનો પરિવાર પોતાનું યોગદાન આપી રહ્યો છે. તેમ તખુભાઈ સાંડસુર (વેળાવદર)ની યાદીમાં જણાવાયું છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
