<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રાજકોટ-ગોંડલ હાઇવે પર રીબડા નજીક CNG કારમાં આગ, મોટી દુર્ઘટના ટળી

જગતાત હોટલ પાસે ચાલુ કારમાં અચાનક ભભૂકી ઉઠી આગઃ ફાયર વિભાગે કાબૂ મેળવ્‍યો, જાનહાનિ નહીં

 ગોંડલ તા. ર૭ :.. રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર રીબડા નજીક જગતાત હોટલ પાસે આજે બપોરે એક ચાલુ CNG કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ કારમાં CNG લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જ્‍વાળાઓ દૂર દૂર સુધી દેખાતા હાઇવે પર વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તુરંત કાર સાઈડમાં ઉભી રાખી બહાર નીકળી જતા સદભાગ્‍યે મોટી દુર્ઘટના ટળી હતી.  ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્‍યો હતો. જોકે ત્‍યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(11:18 AM IST)