તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 18th May 2026
રાજકોટ - ચોટીલા હાઈવે પર સુદામા ટ્રાવેલ્સની ખાનગી બસમાં આગ ભભૂકી :બસ બળીને ખાખ: મુસાફરોનો ચમત્કારિક બચાવ :જુઓ વિડીયો
મઘરીથડા ગામના પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગી :35 થી 40 મુસાફરોને તાત્કાલિક આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરી બચાવી લેવાયા

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. સદનસીબે, ડ્રાઈવરની સતર્કતાથી બસમાં સવાર તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત નીચે ઉતારી લેવાતા મોટી જાનહાનિ ટળી. નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં બસમાં આગ લાગવાની આ બીજી ઘટના બનતા મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.
રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મઘરીથડા ગામના પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી. ખાનગી બસમાં એકાએક આગ લાગતા બસમાં મુસાફરી કરી રહેલા 35 થી 40 મુસાફરોને તાત્કાલિક આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ પરંતુ કોઈ જાન નહીં થઈ નથી
ખાનગી બસમાં આગ લાગતા હાઇવે ઉપર બંને બાજુ ટ્રાફિકજામ થયો અને લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. ખાનગી લક્ઝરીમાં બસ માં આગ લાગવાનું કારણ અંગ બંધ છે. પરંતુ પ્રાથમિક તપાસમાં વધુ ગરમીની લીધે શોર્ટ સર્કિટ થયો હોય અને આગ લાગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
