<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

જામકંડોરણાના તળાવ પ્લોટ વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

રાજદીપ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ:ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ :લાખો રૂપિયાનું નુકસાન

રાજકોટના જામકંડોરણાના તળાવ પ્લોટ વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગી. રાજદીપ મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતાની સાથે જ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો. લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

(7:00 PM IST)