<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

જામકંડોરણામાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભુકી : લાખોનો સામાન બળીને ખાક

તસ્‍વીરમાં ગોડાઉનમાં આગ ભભુકી હતી તે નજરે પડે છે. (તસ્‍વીરઃ મનસુખભાઇ બાલધા-જામકંડોરણા)

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ૩૦: જામકંડોરણામાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભુકતા લાખોનું નુકશાન થયું હતું.  જામકંડોરણામાં નગર નાકા પાસે આવેલ રાજદીપ મંડપ સર્વિસના ગોડાઉનમાં ગઈકાલે બપોરબાદ ભીષણ આગ લાગી હતી મંડપ સર્વિસના ગોડાઉનમાંથી આગની જવાળા તથા ઘુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્‍યા હતા થોડીક્ષણોમાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધું હતું આ આગનું સ્‍વરૂપ જોતા આજુબાજુના રહેણાંક વિસ્‍તારના લોકો એકઠાં થઈ ગયા હતા આ અંગે તાત્‍કાલીક ધોરાજી તથા ગોડલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ધોરાજી તથા ગોડલની ફાયર બ્રિગેડની ટીમે વાહન સાથે બનાવના સ્‍થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમતબાદ આગને કાબુમાં લીધી હતી પરંતુ મંડપ સર્વિસના આ ગોડાઉનમાં રહેલો કિંમતી માલસામાન બળીને ભસ્‍મીભુત થઈ ગયો હતો આગમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી પરંતુ શોટ શકિટને કારણે આગ લાગવાનું અનુમાન છે આ બનાવની જાણ થતાંજ જામકંડોરણા મામલતદાર તથા નાયબ મામલતદાર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્‍થળે પહોંચી ગયું હતું

(11:45 AM IST)