<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભરૂચના સાયખા GIDCમાં મોરડિયા કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી

ફાર્મા અને કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપનીમાં સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી:આગના પગલે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા

ભરૂચના સાયખા GIDCમાં મોરડિયા કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાર્મા અને કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપનીમાં સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હતી. આગના પગલે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. 

  ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. કંપનીમાં કામ કરતા તમામ કામદારો સલામત હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે સાયખા GIDCમાં થોડા સમય માટે ચકચારનો માહોલ જોવા મળ્યો હતો

(6:26 PM IST)