<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ખંભાળીયાની દેવભુમિ હોસ્‍પિટલમાં આગ લાગતા દોડધામ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રઃ ખંભાળીયામાં જી.વી.જે. હાઇસ્‍કૂલ નજીક આવેલી દેવભૂમિ હોસ્‍પિટલમાં નીચેના રૂમના જનરેટરમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા ડો. વિમલ નકુમ દ્વારા તુરત જ ખંભાળિયા ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડના સંજય ભાટુ, મોહન ગામી તથા જયપાલસિંહ જાડેજા દ્વારા તુરત જ આ હોસ્‍પિટલે પહોંચીને આગ પર કાબુ મેળવી લેતા હોસ્‍પિટલમાં જનરેટર સળગતા દોડધામ મચી ગઇ હતી તથા જનરેટર ભસ્‍મીભૂત થયું હતું.

(1:09 PM IST)