તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
છેલ્લે છેલ્લે મેઘરાજા મહેરબાન થતા અમુક વિસ્તારોમાં પાકને ફાયદો
કાલે જુનાગઢ, અમરેલી, રાજકોટ, ગોંડલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસ્યા બાદ સવારથી ધુપ-છાંવ

રાજકોટ તા.૨૧: સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રવિવારનો દિવસ રાહત અને ખુશીનો સંદેશ લઈને આવ્યો હતો.
ગોંડલ, અમરેલી, સાવરકુંડલા, તાલાલા, માણાવદર, વીરપુર, કોટડા સાંગાણી સહિતના અનેક પંથકમાં બપોરથી સાંજ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કયાંક એકથી બે ઇંચ તો કયાંક ત્રણથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણીના વહેણ શરૂ થયા હતા અને નદી-નાળામાં નવા નીર આવ્યા હતા. ભારે ગરમી અને અસહ્ય બફારા બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ગઈ હતી. કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાક માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.રાજકોટ શહેરમાં સાંજના ૭ વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે થોડી જ વારમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, મવડી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
ભાવનગર
વલ્લભીપુર ૧૯ મી.મી.
ઉમરાળા ૧૧ મી.મી.
ભાવનગર ૧ મી.મી.
ગારીયાધાર ૨૨ મી.મી.
પાલીતાણા ૭ મી.મી.
તળાજા ૧૫ મી.મી.
મહુવા ૧૦૫ મી.મી.
જેસર ૧૧ મી.મી.
જુનાગઢ
માણાવદર ૭૧ મી.મી.
વંથલી ૫૨ મી.મી.
જુનાગઢ ૬૦ મી.મી.
ભેંસાણ ૯ મી.મી.
વિસાવદર ૨૧ મી.મી.
મેંદરડા ૨ મી.મી.
કેશોદ ૪૬ મી.મી.
માંગરોળ ૨૦ મી.મી.
દેવભુમી દ્વારકા
ઓખામંડલ ૪ મી.મી.
કલ્યાણપુર ૨ મી.મી.
ભાણવડ ૪૯ મી.મી.
અમરેલી
કુંકાવાવ- વડિયા ૪૪ મી.મી.
બાબરા ૨૮ મી.મી.
લાઠી ૨૭ મી.મી.
લીલીયા ૧૪ મી.મી.
અમરેલી ૨૬ મી.મી.
બગસરા ૨ મી.મી.
ધારી ૬ મી.મી.
સાવરકુંડલા ૧૯ મી.મી.
ખાંભા ૧૩ મી.મી.
જાફરાબાદ ૩૫ મી.મી.
જામનગર
જામનગર ૪ મી.મી.
જોડિયા ૧૨ મી.મી.
ધ્રોલ ૨૨ મી.મી.
કાલાવડ ૪ મી.મી.
લાલપુર ૨૮ મી.મી.
જામજોધપુર ૨ મી.મી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
