News of Thursday, 10th September 2026
અમરેલીમાં SD Pay એપ્લિકેશન મારફતે થયેલી રૂ.635 કરોડની કથિત ઠગાઇનો આંકડો હજુ વધવાની શક્યતા
કૌભાંડનું આંતરરાજ્ય કનેક્શન સામે આવતા ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકો દ્વારા નાણાં રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ

અમરેલીમાં SD Pay એપ્લિકેશન મારફતે થયેલી રૂ.635 કરોડની કથિત ઠગાઈના મામલે ઠગાઈનો આંકડો હજુ વધવાની શક્યતા છે. કૌભાંડનું આંતરરાજ્ય કનેક્શન સામે આવતા ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના લોકો દ્વારા નાણાં રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા છ મહીનાથી રોકાણકારોને તેમના નાણાં પરત ન મળતા અનેક લોકોએ અમરેલીના SP અને ASPને સતત ફોન કરી ફરિયાદો નોંધાવી હતી. સમગ્ર કૌભાંડમાં અન્ય રાજ્યોમાંથી પણ રોકાણકારો જોડાયેલા હોવાનું સામે આવતા તપાસનો વ્યાપ વધારી શકાય છે. કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોટી તપાસ એજન્સીઓ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા છે. જો વધુ રોકાણકારોની ફરિયાદો સામે આવશે તો ઠગાઈની કુલ રકમમાં પણ મોટો વધારો થઈ શકે છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
