તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 2nd October 2026
ચોટીલામાં સામુ જોઇ કતરાવા મામલે મારામારીઃ અરૂણ અને અનિલને ઇજા
અરૂણના નાના ભાઇ સાથે અનિલ ઝઘડો કરતો હોઇ પોતે વચ્ચે પડતાં ધોકાવાળી

રાજકોટ તા. ૨: ચોટીલામાં સામુ જોઇ કતરાવા મામલે મારામારી થતાં બે યુવાનને ઇજા થઇ હતી. એક યુવાનના નાના ભાઇને ગામનો શખ્સ તું કેમ મારી સામે કતરાય છે કહીને મારકુટ કરતો હોઇ યુવાન નાના ભાઇને બચાવવા જતાં તેના ઉપર ધોકાવાળી થઇ હતી.
ચોટીલા સરકારી દવાખાના પાસે રહેતો અરૂણ જકશીભાઇ વઢીયારા (ઉ.વ.૧૮) સાંજે સાડા છએક વાગ્યે રામચોકમાં હતો ત્યારે અનિલ નામના શખ્સે પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સામા પક્ષે ચોટીલા ખુશીનગરનો અનિલ વિઠ્ઠલભાઇ સાકરીયા (ઉ.વ.૨૫) પણ પોતાના પર ધોકા-પાઇપથી હુમલો થયાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો.
અરૂણ દુકાનમાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે મારા નાના ભાઇને ગામનો શખ્સ સામુ જોઇ કતરાવવા મામલે ઝઘડો કરી મારકુટ કરતો હોઇ હું બચાવવા જતાં મારા ઉપર પણ ધોકા પાઇપથી હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
